ડીસામાં સ્વૈચ્છીક લોકડાઉનને મળ્યું સંપૂર્ણ સમર્થન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 11:27:17
  • Views : 419
  • Modified Date : 2021-04-24 11:27:17

બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાવાયરસની ચેઈન તોડવા માટે શુક્રવારથી સોમવાર સુધી  ડીસાના તમામ ધંધા-રોજગાર બંધ કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં  વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે હવે મોટાભાગના શહેરોમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે.  ડીસા, પાલનપુર, ધાનેરા, દિયોદર, થરાદ સહિત તમામ શહેરોમાં શુક્રવારથી સોમવાર સુધી સ્વેચ્છાએ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું છે. જેથી  સવારથી તમામ ધંધા-રોજગાર બંધ રાખી વેપારીઓ અને શહેરીજનો આ બંધને સમર્થન આપી રહ્યા છે.  
સવારથી જીવન જરૂરિયાતની ચીજાે સિવાય તમામ ધંધા રોજગાર, દુકાનો, લારી, ગલ્લાઓ પણ બંધ રાખ્યા હતા. ચાર દિવસ સુધી સંપૂર્ણ સ્વૈચ્છાએ લોકડાઉન કરતા કોરોનાની ચેનને તોડી શકાશે. સાથે સાથે આરોગ્ય વિભાગ અને તંત્ર પણ લોકોને વારંવાર અપીલ કરી રહ્યું છે કે લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી ફરજિયાત માસ્ક પહેરે અને અતિ આવશ્યક હોય તો જ ઘરની બહાર નીકળે છે. જેથી બીજી લહેરમાં આવેલા ઘાતક કોરોનાની અસરને આગળ વધતી અટકાવી શકાય.


જિલ્લામાં ૨૭૮ પોઝિટિવ કેસ ઃ ૫ ના મોત
કોરોના વૈશ્વિક મહામારીનું સંકટ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે અને આ કોરોના સંક્રમણની બીજી લહેરમાં સંક્રમણ પણ સતત વધી રહ્યું છે ત્યારે શુક્રવારે બનાસકાંઠા જિલ્લામાં ૨૭૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે
૫ વ્યક્તિઓના કોરોનાથી મોત થયા હતા.

Download Our B K News Today App



Related News