થરામાં કોરોનાનું સંક્રમણ વધતાં બુધવારથી રવિવાર સુધી લોકડાઉન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-21 11:40:05
  • Views : 366
  • Modified Date : 2021-04-21 11:40:05

કાંકરેજ તાલુકામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ માથુ ઉચકતા હવે કોરોનાને નાથવા અને વધતાં જતાં સંક્રમણની ચેઇનને તોડવા માટે થરામા  દરેક ધંધા રોજગારવાળા વેપારીઓ, લારીગ્લ્લાવાળા તેમજ એ.
પી.એમ.સી. માર્કેટયાર્ડ વગેરે તમામ જાતના વેપાર ધંધા બંધ રહેશે. તેમજ તમામ  લોકોએ પોતપોતાના તમામ ધંધા રોજગાર બંધ રાખવા તેમજ દુધ,મેડીકલ દવાખાના જેવી આવશ્યક સેવાઓચાલુ રહેશે. આ સિવાય તમામ ધંધા રોજગાર બંધ રાખી લોકડાઉનમાં બંધ રાખવામાં સહયોગ આપવા લોકોને
અપીલ કરી હતી.નગરપાલિકા દ્વારા બજારમાં રીક્ષા ફેરવી દરેક વેપારીઓ અને લોકોને માહિતગાર કરાયા હતા.લોકડાઉન પુર્વે પ્રજાને આવશ્યક વસ્તુઓની ખરીદી અને જરુરી કામો માટે મંગળવારના દિવસનો સમય આપ્યો હતો.બુધવાર સવારથી સ્વૈચ્છીક લોકડાઉન લાગુ થશે.જેમાં આવશ્યક ચિજવસ્તુઓ સિવાય તમામ ધંધા રોજગાર બંધ રહેશે.

Download Our B K News Today App



Related News