અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ માર્કેટયાર્ડ સંપૂર્ણ લોક એન્ડ કી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-10 12:02:36
  • Views : 1016
  • Modified Date : 2020-05-10 12:02:36

અમીરગઢ તાલુકાનું મુખ્ય વેપારી મથક ગણાતા ઈકબાલગઢ મુકામે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી આવેલ છે, તે દેશમાં આવી પડેલી કોરોના મહામારીના સંપૂર્ણ લોકડાઉનમાં આશરે ૨૦ થી ૨૫ દિવસ બંધ રહી હતી. સરકારના આદેશથી થોડા સમય પહેલા માર્કેટયાર્ડ ચાલુ કરાયું હતું. જ્યારે અમીરગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનો પગપેસરો કરતા સાવચેતીના ભાગરૂપે આજે રવિવારના રોજ ઇકબાલગઢ માર્કેટયાર્ડને સંપૂર્ણ લોક એન્ડ કી કરવામાં આવ્યું છે.
આ બાબતે માર્કેટયાર્ડના સેક્રેટરી ભાવેશ પટેલના જણાવ્યા મુજબ અમીરગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કેસ મળી આવતા સાવચેતીના ભાગરૂપે સરકારના આદેશ ન મળે ત્યાં સુધી ગંજબજારનું સંપૂર્ણ કામકાજ બંધ રાખેલ છે. સરકારના આદેશ મળતા માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News