નાગરિકોની બેદરકારીના કારણે ઢીલુ પડી રહેલું લોકડાઉન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-27 12:11:33
  • Views : 670
  • Modified Date : 2020-04-27 12:11:33

લોકડાઉનમાં ઘરે રહેવાના બદલે બહાર નીકળવાના અને ખુલ્લા રસ્તાઓ પર મ્હાલવાના મોહમાં અનેક નગરજનો
પોલીસ માટે પરેશાની ઊભી કરી રહ્યા છે. કરિયાણું લેવાના બહાને શહેર આખામાં ફરી રહેલા નગરજનોના કારણે લોકડાઉનની અસર ઢીલી પડી છે અને પોલીસની ધીરજ પણ હવે ખૂટી રહી છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં પ્રસરી રહેલા કોરોના વાયરસને ડામવા માટે પોલીસે ફરી લાલ આંખ કરવી પડી છે. શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ ઉપરાંત મહ¥વના સર્કલ પર
પણ પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું છે. શહેરના રસ્તા પર વાહન લઈને ફરી રહેલા નાગરિકોને અટકાવીને પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવે ત્યારે નીત-નવા બહાના સાંભળવા મળે છે. જેમાં સૌથી મોટું બહાનું કરિયાણું ખરીદવાનું હોય છે. ઉદાહરણ તરીકે વાવોલ કે સેકટર-૪ માં રહેતી વ્યક્તિને અટકાવીને બહાર નીકળવાનું કારણ પૂછવામાં આવે ત્યારે તે ઘઉં અથવા તેલ લેવા માટે બહાર નીકળ્યા હોવાનું જણાવે છે. કેટલાંક લોકો તો જૂના સેકટરોમાંથી દવા લેવા માટે કુડાસણ કે સરગાસણ સુધી જતા હોય છે.
પોલીસે એક આધેડ
દંપતિને ખ-૩ નજીક અટકાવીને પૂછપરછ કરી તો તેઓ શાકભાજી લેવા માટે સેકટર-૨૪ માં ગયા હોવાનું જણાવ્યું હતું. સેકટર-૪ માં રહેતા આ દંપતિને પોલીસે
ઠપકો આપ્યો હતો અને લોકડાઉનનું પાલન કરવા સમજાવી રવાના કર્યા હતા. દિવસ-રાત પેટ્રોલિંગમાં રહેલી પોલીસને શાકભાજી, દવા કે કરિયાણાના નામે બહાર નીકળેલા અસંખ્ય નાગરિકો જોવા મળે છે. અનેક વખત સમજાવવા છતાં નાગરિકોમાં જાગૃતિ ન આવતા પોલીસ સ્ટાફમાં પણ ક્યારેક નિરાશા અને ગુસ્સો આવે છે.

Download Our B K News Today App



Related News