ડીસા પિંકસીટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-14 11:25:40
  • Views : 320
  • Modified Date : 2021-07-14 11:25:40

    ` ડીસા શહેરમાં વરસાદ થતાં નીચાંણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા છે.ત્યારે ડીસા પિંકસીટીમાં આવેલ ભાગ 4 માં રસ્તામાં વરસાદી પાણી ભરાતા લોકો જાતે આગળ આવ્યા છે.અને સ્વખર્ચે માટી નાખી ખાડા પુરાણ કરવામાં આવ્યું હતું..ડીસા નગરપાલિકા ભાજપ સાશીત નગરપાલિકા છે.નગરપાલિકા દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારમાં લોકો વિકાસથી વંચિત જોવા મળી રહ્યા છે.ત્યારે  ડીસા ખાતે આવેલ પિંકસીટી ભાગ-4 માં રસ્તો ના બનવાથી ચોમાસામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જ્યારે ચોમાસું થાય ત્યારે આ રસ્તા પર વરસાદી પાણી ભરવાના કારણે સ્થાનિક લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી  રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોએ નગરપાલિકામાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પણ આજ દિવસ સુધી પિંક સીટીમાં રસ્તાનું કામ ન થતાં સ્થાનિક લોકો આગળ આવ્યા છે. અને પોતે સ્વખર્ચે માટી મંગાવી   રસ્તામાં પડેલા ખાડાને પૂરવામાં આવી રહ્યા છે જેથી વરસાદનું પાણી ભરાય ના અને  ખાડા ન થાય અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે આજે જાતે જ સ્થાનિક લોકો હાથમાં પાવડા લઈ રસ્તાનું પુરાણ કર્યું હતું.  અને લોકોએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા પિંકસીટી ભાગ-4 માં રસ્તો બનાવી આપે નહિતર આગામી સમયમાં સ્થાનિક લોકો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Download Our B K News Today App



Related News