ડીસા તાલુકાના થેરવાડા ગામે વારંવાર રેતી ભરેલા કોના કારણે સર્જાતા અકસ્માતનો ને લઈને આજે સ્થાનિક લોકોએ રોડ પર ટ્રકને અટકાવી ચક્કાજામ કર્યુ હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-29 11:48:35
  • Views : 232
  • Modified Date : 2022-06-29 11:48:35

ડીસા તાલુકાના થેરવાડા ગામે વારંવાર રેતી ભરેલા કોના કારણે સર્જાતા અકસ્માતનો ને લઈને આજે સ્થાનિક લોકોએ રોડ પર ટ્રકને અટકાવી ચક્કાજામ કર્યુ હતું.

 

બનાસકાંઠા જિલ્લામાં રેતી ભરીને બેફામ ચાલતા ટ્રકચાલકો ના કારણે અનેક વાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે.અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં રેતી ભરીને ચાલતાં ટ્રક ચાલકો સામે ગામના સ્થાનિક લોકો દ્વારા આ બેફામ ચાલતા રેતી ભરીને ચાલતા ટ્રકચાલકો વિરૃદ્ધ અનેકવાર કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠવા પામી છે પરંતુ આજદિન સુધી કોઇ જ કાર્યવાહી ન કરાતા રેતી ભરીને બેફામ ચાલતા ટ્રકચાલકો વારે ઘડીએ અકસ્માત સર્જી રહ્યા છે તારે આજે ડીસા તાલુકાના થેરવાડા તાલેપુરા રોડ પર આજે એક રેતી ભરીને ચાલતા બેફામ  ટ્રક ચાલકે તાલેપુરા થી ડીસા તરફ આવી રહેલા કાર ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં બેઠેલા બે લોકોને ગંભીર ઇજા થવા પામી હતી જે બાદ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બેફામ ચાલતા ટ્રક ચાલકો થી કંટાળેલા લોકોએ આજે રોડ પર ચક્કાજામ કર્યા હતા. બેફામ બનેલા ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર માંગ કરાઈ હતી અને આજે રોસે ભરાયેલા લોકોએ રેતી ભરેલા ટ્રકની ટાયરની હવા પણ નીકાળી દેવામાં આવી હતી આજે વહેલી સવારથી જ થેરવાડા તાલેપુરા રોડ પર સ્થાનિક લોકો દ્વારા રેતી ભરેલા બેફામ ચાલતા ટ્રક ચાલકો સામે કાર્યવાહી કરવા માટે ભારે ચક્કાજામ કરવામાં આવ્યો હતો આ ઘટનાને લઇ ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામ સ્થાનિક લોકોને સમજાવી બેફામ ચાલતા ટ્રકચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાનું જણાવતા સ્થાનિક લોકોએ ચક્કાજામ દૂર કર્યો હતો જે બાદ પોલીસે રેતી ભરેલા ટ્રક ને ડીસા તાલુકા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી...

Download Our B K News Today App



Related News