બોડેલીમાં મેરિયા નદી પરનો કોઝવે તૂટતાં સ્થાનિકો મુશ્કેલીમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-29 13:20:40
  • Views : 197
  • Modified Date : 2023-07-29 13:20:40

છોટાઉદેપુરમાં ભારે વરસાદે મુશ્કેલી સર્જી છે. અવરિત વરસેલા વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. તો જિલ્લાની અનેક નદીઓમાં પણ નવાની ર આવ્યા છે. ત્યારે બોડેલીમાં મેરિયા નદી પરનો કોઝવે તૂટતાં મુલધર અને જબુગામ વચ્ચે પસાર થતો રસ્તો અવર જવર માટે બંધ થયો છે.આ કોઝવે પરથી અનેક ગામના લોકો અવર જવર કરતા હતા. ત્યારે કોઝવે તૂટતાં સ્થાનિકો 8 કિલોમીટરનો ફેરો લગાવવા મજબૂર બન્યા છે. ત્યારે આ કોઝવે તૂટતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્રને વારંવાર રજૂઆત છતાં હજુ ઉકેલ આવ્યો નથી.

Download Our B K News Today App



Related News