ડીસા-પાટણ હાઈ-વે પર રેલવે ફાટકથી સ્થાનિક લોકો પરેશાન : તાત્કાલિક ધોરણે આ ફાટક પર પુલ બનાવવાની સ્થાનિક લોકોની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-12 12:00:40
  • Views : 298
  • Modified Date : 2022-01-12 12:00:40

ડીસા-પાટણ હાઈ-વે પર રેલવે ફાટકથી સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ફાટક પર પુલ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકો અને વાહનચાલકો માંગ કરી રહ્યા છે ડીસા અને પાટણને જોડતા માર્ગ પરછેલ્લા ઘણા સમયથી વાહનચાલકો અને સ્થાનિક લોકો ડબલ રસ્તા બનાવવાની માંગ કરી રહ્યા છે. ખાસ કરીને હાલમાં ડીસા થી પાટણ ને જો રસ્તો સીંગલપટ્ટી હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે રાત્રિના સમયે તો રસ્તા પર થી પસાર થતા વાહનચાલકોને સામેથી આવતા વાહનો દેખાતા અવાર નવાર મોટા અકસ્માતો થઈ રહ્યા છે જેમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતને અટકાવવા માટે વાહનચાલકો અને સ્થાનિક લોકોએ સરકારમાં રસ્તો મોટો બનાવવા અનેકવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ આજદિન સુધી રસ્તાઓ મોટા કરવામાં આવતા લોકો પરેશાન થઇ રહ્યા છે તો બીજી તરફ ડીસા પાટણ હાઈવે પર આવેલ ભોપાનગર પાસે રેલવે ફાટકના કારણે વાહનચાલકો મોટી હાલાકી ભોગવી રહ્યા છે અહીંથી પસાર થતા વાહનચાલકોને 30 મિનિટ સુધી ફાટક બંધ રહેતા કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે જેના કારણે લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે ત્યારે બાબતે વાહન ચાલકોની માંગ છે કે રેલવે ફાટક પર પુલ બનાવવામાં આવે છે જેનાથી ટ્રાફિકની સમસ્યા થશે નહીં..

 

ડીસા તાલુકાના જૂનાડીસા ખાતે રક્તદાન કેમ્પમાં આવેલા રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા ને સ્થાનિક લોકોએ તાત્કાલિક ડીસા થી પાટણ જોડતા રસ્તા ને મોટો બનાવવા તેમજ ભોપાનગર પાસે ફાટક પર પુલ બનાવવા માટે રજૂઆત કરી હતી તે બાબતે રાજ્ય સભાના સાંસદ જણાવ્યું હતું કે તમારા દ્વારા સરકારમાં ડીસા થી પાટણ સુધીનો રસ્તો બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે નવું પોલીસ સ્ટેશન બનાવવા માટે સી.એચ.સી સેન્ટર પર બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે અને સરકાર પણ બાબતે વિચારી અને મંજૂરી આપશે તેવી ખાતરી આપી હતી તો બીજી તરફ ભોપાનગર પાસે રેલ્વે ફાટક બાબતે રાજ્ય સભાના સાંસદ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરી હતી જેના પગલે ટૂંક સમયમાં સરકાર તે પુલ બનાવવા માટે મંજૂરી આપશે તેવું જણાવ્યું હતું

 

Download Our B K News Today App



Related News