ડીસા શહેરમાં આવેલી ચામુંડાનગર સોસાયટીમાં ઉભરાતી ગટરો અને તૂટેલા રસ્તાઓને લઈ સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે અને લોકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-25 13:13:14
  • Views : 307
  • Modified Date : 2021-09-25 13:13:14

    ડીસામાં વરસાદ બાદ ઠેર ઠેર ગંદકી સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.ચોમાસુ પૂરું થઈ ચૂક્યું છે અને હવે મચ્છરજન્ય બીમારીએ માથું ઊંચક્યું છે.. ત્યારે ડીસાના લોકો અત્યારે મચ્છરજન્ય બીમારીથી પરેશાન થઈ ગયા છે.. પરંતુ લોકોની સમસ્યાના નિવારણને બદલે ડીસા નગરપાલિકા તેમાં વધારો કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.. ડીસા શહેરમાં આવેલી ચામુંડાનગર સોસાયટીમાં ઉભરાતી ગટરો અને તૂટેલા રસ્તાઓને લઈ સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે.. વિસ્તારમાં ગટરો ઊભરી જવાના લીધે ગંદકીનું સામ્રાજય ફેલાઈ ગયું છે... અને તેના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે.. અંગે સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી રહી નથી અને તેના લીધે સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અત્યારે બેવડી રૂતુ ચાલી રહી છે અને રૂતુ દરમ્યાન મચ્છરજન્ય બીમારીઓનો ઉપદ્રવ પણ વધી ગયો છે ત્યારે વિસ્તારમાં પાલિકાની સફાઈ પ્રત્યેની ઉદાસીનતા આગામી સમયમાં ગંભીર રોગચાળાને નોંતરી શકે છે.. જેથી પાલિકા દ્વારા વિસ્તારમાં ઝડપથી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવે તો આગામી સમયમાં સંભવિત રોગચાળાને અટકાવી શકાય તેમ છે.જે બાબતે આજે તાત્કાલીક ધોરણે સફાઈ કરવા માટે સ્થાનિક લોકોએ નગરપાલિકામાં રજુવાત કરી હતી.

Download Our B K News Today App



Related News