ડીસાના નહેરુ નગર ટેકરા વિસ્તારમાં ગટરોની સફાઈ કરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-26 11:40:43
  • Views : 176
  • Modified Date : 2022-03-26 11:40:43

ડીસાના નહેરુ નગર ટેકરા વિસ્તારમાં ગટરોની સફાઈ કરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

ડીસા નગર પાલિકામાં જ્યારથી ભાજપનું સાશન આવ્યું છે ત્યારથી અનેક વિકાસના કામો થયા છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા હાલમાં શહેરી વિસ્તારોમાં રોડ, ગટર અને સફાઈની સુંદર કામગીરી કરવામાં આવી રહી છે.પરંતુ આજે પણ ડીસા શહેરના સ્લમ વિસ્તારોમાં પાલિકા દ્વારા સફાઈ ન કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.સ્વચ્છતાની મોટી મોટી વાતો કરતી ડીસા નગરપાલિકા શહેરમાં સફાઈ અને પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી રહી છે.. શહેરના અનેક વિસ્તાર એવા આવેલા છે કે જ્યાં પાલિકા દ્વારા સફાઈ પૂરતા પ્રમાણમાં કરવામાં આવતી નથી.. વાત છે ડીસા શહેરમાં આવેલા નેહરુનગર ટેકરા વિસ્તારની... તો નેહરૂ નાગર ટેકરા વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિર નજીકથી પસાર થતાં ગટરની સફાઈ કરવામાં ના આવતી હોવાથી આ વિસ્તાર તીવ્ર દુર્ગંધથી ખદબદી ઉઠ્યો છે.. આ વિસ્તારમાં લોકો દ્વારા ડીસા નગરપાલિકામાં આ નાળાની સફાઈ કરવા માટે પાલિકા પ્રમુખથી માંડી પાલિકાના કર્મચારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવતી ના હોવાથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે તાત્કાલિક ધોરણે પાલિકા દ્વારા આ વિસ્તારમાં સફાઈ કરાવવામાં આવે નહીંતર આવનારા સમયમાં રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી નગરપાલિકાની રહેશે.

Download Our B K News Today App



Related News