ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી : ઠેર ઠેર ઈવીએમ ખોટકાયા, ક્યાંક ચૂંટણી અધિકારી દારૂ પીને આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-16 17:52:24
  • Views : 48
  • Modified Date : 2025-02-16 17:52:24

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થવાનું છે. લગભગ 38 લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની કુલ 213 બેઠકો બિનહરિફ જાહેર થઈ ચૂકી છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરિફ જાહેર છે. જોકે રાજ્યમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએથી ઈવીએમ ખોટકાયાની ફરિયાદો મળી રહી છે. ધંધૂકા અને જામનગરમાં તો બે વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પરિજનો પણ મતદાન કરવા પહોંચ્યા હતા.

Download Our B K News Today App



Related News