પાલનપુરના હનુમાન ટેકરી પાસેથી કતલખાને જતા પશુઓને જીવદયા પ્રેમીઓએ બચાવ્યાં..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-11 10:57:14
  • Views : 188
  • Modified Date : 2022-06-11 10:57:14

 

રાજસ્થાન થી પાલનપુર આવી રહેલી ટ્રકમાં 299 જેટલા બકરા કતલખાને લઇ જવાતા હતા..

ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાન ની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અનેક વાર રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં પશુઓ કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે. તેમજ આ કતલખાને જતા પશુ અને બચાવ માટે પણ જીવ દયા પ્રેમીઓ સતત જોવા મળી રહ્યા છે અને એક પછી એક કતલખાને જતી ગાડીઓને રોકાવી પશુઓના જીવ બચાવી રહ્યા છે. ત્યારે ગતરોજ જીવદયા પ્રેમીઓ દ્વારા એક ટ્રક ભરેલી પશુઓને કતલખાને જતા બચાવી પાડી છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પાલનપુર ખાતે જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક ટ્રક જેનો નંબર GJ 24 V 8383 વાળીમાં બકરા ભરી કતલખાને લઈ જવાઈ રહી છે જે બાદ જીવદયા પ્રેમીઓ દ્વારા પાલનપુર ના હનુમાન ટેકરી પાસે કતલખાને જતી ટ્રકને રોકવા માટે વોચ ગોઠવી હતી જે બાદ બાતમી વાળી

GJ 24 V 8383 નંબરની ટ્રક પાલનપુર હનુમાન ટેકરી પાસે આવતા જીવદયા પ્રેમીઓ દ્વારા રોકવામાં આવી હતી ટ્રક ચાલકને નીચે ઉતારી તાત્કાલિક પાલનપુર કંટ્રોલરૂમમાં જાણ કરાતા પોલીસે ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસની હાજરીમાં ટ્રકમાં તપાસ કરતા કુર્તા પૂર્વક ખીચોખીચ બકરા ભરેલ જોવા મળેલ તેમજ ટ્રકમાં ઘાસચારો તેમજ પાણીની કોઇ સગવડ ન હોઈ અને કતલખાને લઇ જવાયા હોવાનું જાણવા મળતાં જીવદયા પ્રેમીઓ તેમજ પોલીસ દ્વારા બકરા ભરેલ ટ્રક ને પાલનપુર પોલીસ મથકે લઇ જવાઇ હતી જે બાદ આ ટ્રકમાં બકરા જોતા 299 જેટલા  બકરા ખીચોખીચ એકબીજાને ચામડી ઘસાય તે રીતે ક્રૂરતા પૂર્વક ટ્રકમાં ભરી કતલખાને લઇ જઇ રહ્યા હોવાનું સામે આવ્યું હતું જે બાદ આ ટ્રકચાલકનું નામ પુછતાં તેણે પોતાનું નામ સુફિયાનખાન ઉસ્માનખાન નાગોરી હાલ રહે સિધ્ધપુર તાવડિયા ચાર રસ્તા ગુલિસ્તાન પાર્ક સોસાયટી તા. સિધ્ધપુર જી.પાટણ વાળો મૂળ રહે. વાઘણા તા.સિધ્ધપુર જી.પાટણ. હોવાનું જણાવેલ જે બાદ પોલીસે ટ્રકને કબજે કરી ટ્રકમાં ભરેલ 299 જેટલા બકરા જેની કુલ કિંમત.1,49,500 ની તે તમામ બકરા ને ડીસા રાજપુર પાંજરાપોળ ખાતે મોકલાયા હતા તેમજ પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...

Download Our B K News Today App



Related News