સોલા પોલીસ ઊંઘતી ઝડપાઇ, લિસ્ટેડ બુટલેગર અજય દંતાણીને બોપલ પોલીસે દેશી દારૂના જથ્થા સાથે પકડી લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-09 12:18:41
  • Views : 284
  • Modified Date : 2020-09-09 12:18:41

      સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર અજય દંતાણીની બોપલ પોલીસે 120 લીટર દેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે. અજય દંતાણી સોલા, શીલજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં દારૂ પણ સપ્લાય કરે છે અને નામચીન બુટલેગર છે ત્યારે સોલા પોલીસ આટલા મોટા દેશી દારૂના જથ્થાની બાતમી મેળવવા નિષ્ફળ ગઈ કે પછી સોલા પોલીસ સ્ટેશનના અને સેકટર-1ના વહીવટદારની મહેરબાની છે માટે શહેર પોલીસ નહિ પરંતુ ગ્રામ્ય પોલીસે દેશી દારૂ પકડી કાર્યવાહી કરવી પડી છે. સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર અજય દંતાણીની બોપલ પોલીસે 120 લીટર દેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે. અજય દંતાણી સોલા, શીલજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં દારૂ પણ સપ્લાય કરે છે અને નામચીન બુટલેગર છે ત્યારે સોલા પોલીસ આટલા મોટા દેશી દારૂના જથ્થાની બાતમી મેળવવા નિષ્ફળ ગઈ કે પછી સોલા પોલીસ સ્ટેશનના અને સેકટર-1ના વહીવટદારની મહેરબાની છે માટે શહેર પોલીસ નહિ પરંતુ ગ્રામ્ય પોલીસે દેશી દારૂ પકડી કાર્યવાહી કરવી પડી છે. આરોપી અજય દંતાણી સોલા પોલીસ સ્ટેશનનો લિસ્ટેડ બુટલેગર છે. 2018માં અજયના દારૂના અડ્ડા પરથી ચાર યુવકો દારૂ પીધા બાદ બેભાન થઈ ગયા હતા અને તેઓને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ ઘટના બાદ પણ અજય તરત જ નાસી ગયો હતો. ત્યારે સોલા પોલીસ અને સેક્ટર- 1ના વહિવટદારના માણસોએ તેને જાણ કરી ભગાડી દીધો હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. લિસ્ટેડ બુટલેગર અજય ફરીથી દારૂની હેરાફેરી શરૂ કરી છે ત્યારે સોલા પોલીસની કામગીરી પર સવાલ ઉભો થઇ રહ્યો છે. અગાઉ પણ આંબલી ફાટકની સામે જ આવેલા બંગલોઝના રહીશોએ વીડિયો જાહેર કરી તેમની ઘરની સામે જ ચાલતાં દેશી દારૂના અડ્ડાઓ બંધ કરવા માટે રજુઆત કરી હતી. ત્યારે સોલા પોલીસે નામની કાર્યવાહી કરી રહીશોને ચૂપ કરાવી દીધા હતા પરંતુ કાયમી ઉકેલ લાવ્યા ન હતા.

Download Our B K News Today App



Related News