થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી એલ.સી.બી દ્વારા એક જ દિવસ મા બે અલગ અલગ જગ્યા એથી દારૂ પકડવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-20 11:52:23
  • Views : 324
  • Modified Date : 2021-10-20 11:52:23

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે રાજસ્થાન તરફથી એક ક્રેટા ગાડી GJ.08.BB.3330 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી  થરાદ તરફ આવે છે ત્યારે બાતમીના આધારે નાકાબંધી કરવામાં આવી હતી ત્યારે  પોલીસ નાકાબંધી જોઈ આરોપીએ ગાડી ભગાડતાં  પોલીસે ગાડીનો પીછો કરીને  ગાડીને પકડી પાડી ત્યારે  ગાડીમાંથી વિદેશી દારૂની  બોટલ નંગ-1248/- જેની અંદાજે   કિ.રૂ.1,19,520/- તથા ક્રેટા ગાડીની કિ.રૂ.8,00,000/- મળી  કુલ મુદામાલ કિ.રૂ.9,19,520/-ના મુદ્દામાલ સાથે વર્ધારામ  હરૂજી વિશોનોઇ પકડી પાડેલ તથા  માલ ભરાવનાર વશનારામ કર્મીરામ  દેવાસી તથા માલ મંગાવનાર દીપુશિંગ ત્રણે  વિરુદ્ધ  પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી .જ્યારે બીજી બાજુ  ખાનગી રાહે બાતમી  મળેલ કે સિધોતરા તરફથી એક સ્વિફ્ટ  ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી  થરાદ તરફ આવે છે ત્યારે બાતમીના આધારે પોલીસ દ્વારા નાકાબંધી કરવાં આવી હતી ત્યારે પોલીસ નાકાબંધી જોઈ આરોપીઓએ ગાડી ભગાડતાં પોલીસ દ્વારા પીછો કરી ગાડીને પકડી પાડવામાં આવી હતી ત્યારે  ગાડીમાંથી વિદેશી દારૂની  *બોટલ નંગ-70/- કિ.રૂ.72450/- તથા સ્વિફ્ટ ગાડીની કિમત.રૂ.3,00,000/- મળી  કુલ મુદામાલ કિ.રૂ.3.72.450/-ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી તેના વિરુદ્ધ  પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી .

 

Download Our B K News Today App



Related News