દારૂની હેરાફેરીના ષડયંત્રનો પર્દાફાશ, 40 લાખની દારૂની બોટલ સાથે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-07 10:35:46
  • Views : 119
  • Modified Date : 2023-04-07 10:35:46

ઉત્તરાખંડના દહેરાદુનથી નીકળેલી 18 લાખની દવાની આડમા 40 લાખનો દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે અસલાલી પોલીસને માહિતી મળતા દારૂ અને દવા ભરેલી બે ટ્રકો સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી. ઉપરાંત જેના ત્યાં દારૂ ઉતારવાનો હતો તે અને ચંદીગઢ થી વિમાન મારફતે રૂપિયા લેવા આવનાર આરોપી નમનસિંગ જાટ સહિત કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી છે

 

અમદાવાદ જિલ્લાના અસલાલી પોલીસે 40 લાખનો દારૂનો જથ્થો પંજાબ થઈ અમદાવાદ અને ખેડા પહોચે તે પૂર્વે જ પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં દવાના બોક્ષની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. તેમજ 40 લાખની દારૂની બોટલ મળી કુલ 1 કરોડનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે . દારૂના હેરાફેરીના પૈસા લેવા આરોપી વિમાન મારફતે આવતો હતો. જ્યારે પોલીસે દારૂના જથ્થા સાથે 8 આરોપીની ધરપકડ કરી છે. જેમાં ઉતરાખંડથી નીકળેલી દારૂની ટ્રક પંજાબ પહોંચ્યા બાદ ટ્રકમાં દવાની આડમાં દારૂ છુપાવી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પહોચે તે પહેલા જ અસલાલી પોલીસે તેનો પર્દાફાશ કર્યો છે.

18 લાખની દવાની આડમા 40 લાખનો દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કર્યો હતો

મહત્વનું છે કે ઉત્તરાખંડના દહેરાદુનથી નીકળેલી 18 લાખની દવાની આડમા 40 લાખનો દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે અસલાલી પોલીસને માહિતી મળતા દારૂ અને દવા ભરેલી બે ટ્રકો સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી. ઉપરાંત જેના ત્યાં દારૂ ઉતારવાનો હતો તે અને ચંદીગઢ થી વિમાન મારફતે રૂપિયા લેવા આવનાર આરોપી નમનસિંગ જાટ સહિત કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી છે.જેમાં સુનિલ રાઠોડ, શુભમ પંડિત, વિજય રાજપુત,ફુરકાનઅલી, નમનસિંહ જાટ,બ્રિજેન્દ્રકુમાર શર્મા,ગૌતમ ગુરખા અને જય ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી છે.

ટ્રકમાં દારૂ ભરી ઉપર દવાના બોક્સ મૂકી દારૂ છુપાવી દીધો હતો

દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ટ્રક ડ્રાઇવરની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે કિશન ઉર્ફે ચાચા નામના વ્યક્તિએ પંજાબથી દારૂનો જથ્થો મોકલ્યો હતો. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત માતરના વણસર ગામમાં રહેવાસી યશવંતસિંહ ચૌહાણ ને પણ દારૂ આપવાનો હતો. જેથી તેની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમા ઝડપાયેલા આરોપીઓએ ઉત્તરાખંડથી 732 દવાના બોક્સ સાથે એક ટ્રક જીએસટી બિલ સાથે ગુજરાત રવાના કરી હતી. જોકે પંજાબના તરંગતરા ખાતે ટ્રક પહોંચતા બંને ટ્રકમાં દારૂ ભરી ઉપર દવાના બોક્સ મૂકી દારૂ છુપાવી દીધો હતો.પરંતુ પોલીસને હકીકત મળતા દવાની આડમાં થતી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે.

ગુજરાતના કેટલાક બુટલેગટરો દારૂનો જથ્થો મંગાવ્યો હતો

આ દારૂનો જથ્થો બ્રિજેન્દ્રકુમાર અને યશવંતસિંહ ચૌહાણ સહિત ત્રણ બુટલેગટરો આપવાનો હતો જો કે ઝડપાયેલા ટ્રક ડ્રાઇવર અને ક્લીનરની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપીઓ આ પહેલા પણ ત્રણ વખત દારૂની ડીલવરી કરી ચૂક્યા છે. જે માટે તેઓ દવાના બિલ ની આડમાં દારૂ ઘુસાડતા હોવાનું સામે આવ્યું છે.. જોકે પોલીસ તપાસમાં ગુજરાતના કેટલાક બુટલેગટરો દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને પંજાબના મુખ્ય આરોપીની ધરપકડ થયા બાદ શું નવી હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે.

Download Our B K News Today App



Related News