દારુનો જથ્થો ઝડપાયો:બનાસકાંઠા LCB પોલીસે દારુ ભરેલી પીકઅપ ગાડી ઝડપી, કુલ 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-06 14:02:42
  • Views : 1401
  • Modified Date : 2022-11-06 14:02:42

 

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલી પીકઅપ ગાડી LCB પોલીસે ઝડપી પાડી છે. દારૂની 3 હજાર 180 જેટલી બોટલો સહિત કુલ 8 લાખ 20 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા LCB પોલીસ સ્ટાફ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક મહિંદ્રા પીકઅપ ગાડી ભારતીય દારૂ ભરીને આવે છે. રાજસ્થાનથી જેતડા તરફ આવવાની હોઇ જે બાતમીના આધારે ગાડીનો પીછો કરી કળસ લવાણા નજીક ગાડીને પકડી પાડવામાં આવી હતી. જેમાં ગાડીમાંથી દારૂની બોટલો 3 હજાર 180 જેની કિંમત 3 લાખ 15 હજાર 180 રૂપિયા સહિત 8 લાખ 20 હજાર 180નો કુલ મુદ્દામાલ પકડી પાડ્યો હતો, સાથે ગાડી ચાલક ઉત્તમકુમાર પહાડજી પુરોહીત રહે. સાંચોર અમર જ્યોતિનગર રાજસ્થાન તેમજ રમેશ વેરશીભાઇ રબારી રહે. ઝાજુસન તા.સાંચોર રાજસ્થાનવાળાઓને પકડી પાડ્યા હતા, તથા દારુ ભરાવનારા ભરત કરશનભાઇ રાજપુત રહે.ઝેતડા તા.થરાદ વાળો હાજર ના મળી આવી ગુનો કરેલો હોઇ જે તમામ વિરૂદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

Download Our B K News Today App



Related News