જનસેવા કેન્દ્ર ડીસા ખાતે ઉતારા કઢાવવા માટે અરજદારો ની લાઈનો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-19 10:47:24
  • Views : 239
  • Modified Date : 2022-05-19 10:47:24

જનસેવા કેન્દ્ર ડીસા ખાતે ઉતારા કઢાવવા માટે અરજદારો ની લાઈનો

 

- સરકારની ઓનલાઇન સિસ્ટમ અને વીસીઈની હડતાળ ના પગલે ખેડૂતો પરેશાન

 

ધીમી ગતિએ ચાલતી ઓનલાઈન સિસ્ટમ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો ની હડતાળ ના પગલે ખેડૂતો અને અરજદારો ઉતારા સહિત ની કામગીરી માટે સવારથી જ જન સુવિધા કેન્દ્ર ખાતે બેસી જાય છે.

સમગ્ર ગુજરાતમાં ગામ પંચાયતમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર હડતાળ પર ઉતરી જતાં જગતનો તાત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેના પગલે 712ના ઉતારા સહિત અનેક કામગીરી કરાવા માટે તાલુકા પંચાયત કચેરી અને જનસેવા કેન્દ્ર સુધી લાંબા થવાની ફરજ પડી રહી છે ત્યારે ડીસા તાલુકામાં પણ ગામ પંચાયતોમાં કોમ્પ્યુટર ઓપરેટર હડતાળ પર હોય ગ્રામિણ વિસ્તારોમાંથી લોકો ડીસા જનસેવા કેન્દ્ર ખાતે ઉતારા કઢાવવા માટે છેલ્લા કેટલાય સમયથી ધરમધકકા ખાતા નજરે પડી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા ઉતારા કઢાવવા માટે સિસ્ટમ માં ફેર બદલની પકિયા ચાલી રહી છે. જેના લીધે જનસેવા કેન્દ્રમાં પણ ઓનલાઇન સિસ્ટમ એકદમ ધીમી ગતિએ ચાલી રહી છે. એક ઉતારા કઢાવવા માટે 30 મીનીટ જેટલો સમય લાગી રહ્યો છે. વહેલી સવાર થી જનસેવા કેન્દ્રમાં ઉતારા કઢાવા માટે અરજદારોની લાઈનો લાગી રહી છે. સવારથી ટોકન લઈ અરજદારો ભુખ્યા તરસ્યા ઉતારા કઢાવવા માટે લાઈનો માં ઉભા રહેતાં અરજદારો માં ભારે આકોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં ગ્રામિણ વિસ્તારોમાં થી અરજદારો જનસેવા કેન્દ્ર ખાતે એકત્રિત થયાં હતાં અને ઉતારા કઢાવા માટે પડતી મુશ્કેલીઓને દુર કરવા માટે તાત્કાલિક અસરથી કોમ્યુટર ઓપરેટરોની હડતાળ સમેટીને  ઓનલાઈન સિસ્ટમમાં સુધારો કરી ચાલું કરાવામાં આવે તેવી સરકાર સમક્ષ લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News