ગાંધીનગરમાં કોરોનાના કહેરમાં લીમડાનો મ્હોર ભુલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-31 11:57:30
  • Views : 518
  • Modified Date : 2020-03-31 11:57:30

ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં બે અઠવાડિયાથી કોરોના વાયરસના વ્યાપેલા વ્યાપક ભયના કારણે લીમડાનો મ્હોર ભુલાઈ ગયો છે..! કોરોનાથી બચવા વિવિધ આયુર્વેદિક અને હોમીયોપેથિક ઉકાળાઓ પીવા સાથે શ્રમિકોની સેવામાં દર વર્ષે કેમ્પ કરીને
પીવામાં આવતો લીમડાના મ્હોર કે તેનો ઉકાળો ક્યાંય દેખાતો નથી. એમાં વાસ્તવિકતા એ પણ છે કે, પાટનગરમાં આ વખતે કેટલાંક અપવાદ સિવાય લીમડાઓ ઉપર મ્હોર પણ દેખાતો નથી અને લોકડાઉનના કારણે લીમડાનો મ્હોર વેચનાર પણ કોઈ દેખાતા નથી.
કોરોનાના કહેરમાં સામાન્ય જનજીવનમાં ઘણું બધું લોકડાઉન થઈ ગયુ  છે. તેમાં એક લીમડાનો મ્હોર પણ છે. આખું વર્ષ તાવ - તરિયો રહે નહીં તે માટે સામાન્ય રીતે દર વર્ષે ગાંધીનગરમાં ચૈત્ર મહિનાની શરૂઆત સાથે જ નગરજનો ભારે ઉત્સાહભેર લીમડાના મ્હોરનો રસ બનાવીને પીતા હોય છે. પરંતુ આ વખતે ચૈત્રી નવરાત્રિના છ દિવસ પુરા થવા છતાં એકપણ સેકટરમાં કોઈ સંસ્થા કે દવાખાના દ્વારા દર વર્ષે કેમ્પ કરીને પીવામાં આવતો લીમડાના મ્હોર કે તેનો ઉકાળો ક્યાંય દેખાતો નથી. આ વર્ષે કોરોનાના કહેરથી બચવા વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી લોકો આયુર્વેદિક અને હોમીયોપેથિક ઉકાળાઓ પીવા-પીવડાવવામાં વ્યસ્ત છે. તો તેની સાથે અનેક લોકો જરૂરિયાતમંદ શ્રમિકોની રહેવા અને જમવાની સેવા કરવામાં ઓતપ્રોત છે. આથી વિવિધ સેક્ટરોમાં દર વર્ષે કેમ્પ કરીને પીવામાં આવતો લીમડાના મ્હોર કે તેનો ઉકાળો ક્યાંય દેખાતો નથી. એમાં
વાસ્તવિકતા એ પણ છે કે,
પાટનગરમાં આ વખતે કેટલાંક અપવાદ સિવાય મોટાભાગના લીમડાઓ ઉપર મ્હોર પણ દેખાતો નથી... અને લોકડાઉનના કારણે લીમડાનો મ્હોર વેચનાર પણ કોઈ દેખાતા નથી. આ શ્રમજીવીઓને જ અત્યારે રોજી - રોટીના ટોનીકની જરૂરિયાત છે.

Download Our B K News Today App



Related News