ખીમાણામાં લીમડાના ઝાડમાં ઓચિંતી આગ લાગતા અફડાતફડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 11:55:04
  • Views : 433
  • Modified Date : 2019-05-04 11:55:04

કાંકરેજ તાલુકાનાં ખીમાણા ગામે નીચાડાવાસમાં ગતરોજ લીમડાના ઝાડમાં મધ્યાહ્‌ન બપોરે એકાએક આગ લાગતા આ વિસ્તારના રહિશોમાં ભારે કુતુહલ સાથે અફડાતફડી મચી જવા પામી હતી. બનાવનાં પગલે ગામનાં સરપંચ શંભૂજી પરમાર, પૂર્વ ડેલિગેટ કપુરસિંહ પરમાર સહિત લોકોનાં ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતાં. જા કે આ બાબતની જાણ ખીમાણાનાં જાગૃત પત્રકાર લક્ષ્મણસિંહ વાઘેલા દ્વારા ચીફ ઓફિસર ગઢવી તેમજ થરા ફાયર ફાઈટરનાં કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચી આગને કાબુમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જા કે બનાવનાં પગલે પુ.જી.બી.સી.એલના સ્ટાફ દ્વારા ઘટના સ્થળે પહોંચી જઈ હોઈ વીજ ફોલ્ટ સર્જાય નહી તેની ગભીંરતાને ધ્યાને લઈ થોડો સમય માટે બીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો અને આગને કાબુમાં લેવામાં આવી હતી.  


Download Our B K News Today App



Related News