લીંબડી ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત શિબિર યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-14 12:56:59
  • Views : 360
  • Modified Date : 2020-02-14 12:56:59

મહિલા અને બાળ અધિકારીની કચેરી સુરેન્દ્રનગર દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત લીંબડી કૃષ્ણનગર ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં દહેજ પ્રતિંબધક અધિકારી સહરક્ષણ અધિકારી ડો.પૂજાબેન ડોડીયા, ફિલ્ડઓફિસર આશાબેન દેસાઇ, કાઉન્સેલર નિર્મળાબેન પનારા તથા મહિલા શકિત કેન્દ્રના જિલ્લા કોર્ડીનેટર નેહાબેન પારેખ દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫, અંતર્ગત ઘરેલું હિસાની વ્યાખ્યા, ઘરેલું હિંસાના પ્રકાર, ફરિયાદ ક્યાં કરવી, તેમાં મળતા હક્કો તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીની કામગીરી સાથે પોલીસ સ્ટેશન બેઇઝડ સ્પોર્ટ સેન્ટર અને  વ્હાલી દીકરી યોજના  વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે આભારવિધી કરીને ઉપસ્થિત લાભાર્થીને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં  લીંબડી કૃષ્ણનગર વિસ્તારના આંગણવાડીનો સ્ટાફ તથા સામાજિક કાર્યકર લલિતભાઇ સોલંકી, હિતેષભાઈ સહિત લાભાર્થીઓ તેમજ ગ્રામજનો  ઉપસ્થિત રહયા હતા.

 

Download Our B K News Today App



Related News