ગાંધીનગર ઉદ્યોગભવનમાં ગટર લિકેજ થતા પાણી રોડ સુધી પહોંચ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-03 11:04:08
  • Views : 264
  • Modified Date : 2021-02-03 11:04:08

ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ સફાઈ અંગે જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સફાઈ પાછળ મહાનગરપાલિકા દ્વારા તેમજ સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે છતાં પણ તેનું નિયમિત મેન્ટેનન્સ ના થતા આવા બનાવો વારંવાર બનતા હોય છે. ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં પણ ગટરની પાઈપ લાઈન લિકેજ થતાં ઉદ્યોગ ભવનના ગેટ સુધી ગંદા પાણીનો રેલો પહોંચ્યો હતો.
ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં રોજબરોજ અનેક મુલાકાતીઓ અને અધિકારીઓની અવર-જવર રહેતી હોય છે. ત્યારે બ્લોક નંબર ૧૭માં પાઇપલાઇન લીકેજ થતા ગટરનું પાણી રોડ ઉપર આવી પહોંચ્યું હતું. જ્યારે બ્લોક નંબર ૧૭ ના મેન્ટેનન્સ રૂમમાં અધિકારીને આ ઘટના અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમને આ આ અંગે
કોઇપણ જાતનો ખ્યાલ જ હતો નહીં. એસી ઓફિસમાં બેઠા બેઠા મેન્ટેનન્સ કરતા અધિકારીઓ પોતાની જ આ ફરજ અંગે વાકેફ હોતા નથી. મેન્ટેનન્સ રૂમમાં બેઠેલા અધિકારી નિલ શ્રીમાળીના મેન્ટેનન્સ વિભાગમાં સાફ સફાઈ, ઇલેક્ટ્રોનિક, ફાયર, બોર, લિફ્ટ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. જ્યારે
પોતાના બ્લોગમાં આવી રીતે ગટર ઉભરાઈને રોડ સુધી પાણી પહોંચી દુર્ગંધ મારતી હોય છે ત્યારે પોતાને ખબર નથી હોતી. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને
સાફ-સફાઈ મિશન ૨૦૨૧ અંતર્ગત સેવન સ્ટાર રેટિંગ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. ત્યારે તંત્રની આવી કામગીરીથી પથ્થર ઉપર પાણી જેવી
પરિસ્થિતિનું નિર્માણ થયી ઉઠે તો નવાઈ નહીં.

Download Our B K News Today App



Related News