કોંગ્રેસની જેમ ભાજપમાં પણ હાર્દિક પટેલ હાંસિયામાં ધકેલાયો

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-12 11:37:43
  • Views : 161
  • Modified Date : 2022-10-12 11:37:43

    ભાજપના કેન્દ્રીય નેતાઓથી માંડી એક-એક કાર્યકર્તા મહેનતમાં જાેતરાઇ ચૂકયા છે.  મતદારો સુધી પહોંચવા ભાજપ દ્વારા એકપછી એક આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજ્યમાં ભાજપની ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. જેનો આવતીકાલે ૧૨ ઓક્ટોબરથી પ્રારંભ થશે.જાેકે, કોંગ્રેસમાંથી નીકળીને ભાજપના જાેડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપની આ ગૌરવ યાત્રામાં જાેડાવાના હતા, પરંતુ ભાજપે તેમના નામની બાદબાકી કરી દીધી છે કોંગ્રેસની જેમ ભાજપે પણ હાર્દિક પટેલને હાંસિયામાં ધકેલી દીધા છે. નોંધનીય છે કે, ભાજપની ઉત્તર ગુજરાતની આ ગૌરવ યાત્રામાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાથે હાર્દિકપટેલ સહિત અનેક મોટા નેતાઓ જાેડાવાના હતા. જાેકે, આ ગૌરવ યાત્રાના એક દિવસ પહેલા ફેરફાર કરીને ભાજપની ઉત્તર ગુજરાતની ગૌરવ યાત્રામાંથી હાર્દિક પટેલના નામની બાદબાકી કરવામાં આવી છે.જ્યારે નવા ફેરફારમાં ઋષિકેશ પટેલ, રજની પટેલ અને નંદાજી ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપની આ ગૌરવ યાત્રા બહુચરાજીથી માતાના મઢ સુધી યોજાશે. આ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહેશે.આ ગૌરવ યાત્રા વિશે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વર્ષોથી ભાજપ યાત્રા સ્વરૂપે લોકોના આશીર્વાદ મેળવવા જાય છે. ત્યારે વિધાનસભા દીઠ જનતાના આશીર્વાદ માટે ભાજપ યાત્રા થકી ગુજરાત ખુંદશે. ૨૧ વર્ષથી ગુજરતામાં નવા આયામો સિદ્ધ થતા આવ્યા છે અને સરકારે અવનવા પ્રોજેક્ટની રાજ્યની જનતાને ભેટ આપી હોવાનું પણ ઉમેર્યું હતું. બહુચરાજીના આંગણેથી ૧૨ ઓક્ટોબરે યાત્રા પ્રસ્થાન કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય મંત્રીઓ જાેડાઈ ગુજરાતનો પ્રવાસ કરશે. આ યાત્રા રાજ્યમાં સતત ૯ દિવસ સુધી ચાલશે. બીજી યાત્રાનો જે.પી નડ્ડા દ્વારકાથી કરાવશે પ્રસ્થાન. જે યાત્રા ૧૩ જિલ્લાઓમાં પ્રવાસ કરશે તેવું પ્રદીપસિંહે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઉનાઈ માતાના આશીર્વાદ સાથે ત્રીજી યાત્રાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રસ્થાન કરાવશે. જે ત્રીજી યાત્રા ૧૪ વિધાનસભામાં પ્રવાસ કરી અંબાજી ખાતે પૂર્ણ થશે. આગેવાનોને અલગ-અલગ રૂટની પણ ફાળવણી કરી દેવામાં આવી છે.

Download Our B K News Today App



Related News