અમદાવાદની જેમ સુરતની શાન બનશે રિવરફ્રન્ટ, 1400 કરોડની લોન આપવા વર્લ્ડબેન્ક તૈયાર, પણ શરતો પાળવી પડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-17 10:52:50
  • Views : 254
  • Modified Date : 2022-07-17 10:52:50

અમદાવાદની જેમ સુરતની શાન બનશે રિવરફ્રન્ટ, 1400 કરોડની લોન આપવા વર્લ્ડબેન્ક તૈયાર, પણ શરતો પાળવી પડશે

સુરતમાં તાપી રિવરફ્રંટ પ્રોજેક્ટ માટે લોન આપવા માટે વર્લ્ડબેંક તૈયાર થઈ ગઈ છે. જોકે લોન આપવા માટે વર્લ્ડબેંકે કેટલીક શરતો મુકી છે. નોંધનીય છે કે અગાઉ બે મહિના પહેલા વર્લ્ડ બેંકના કર્મચારીઓ દ્વારા તાપી નદી કિનારે જ્યાં તાપી રિવરફ્રન્ટ બનાવવામાં આવનાર છે ત્યાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વર્લ્ડ બેંકના કર્મચારીઓ દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તાપી તટ ઉપર ફરી નાનામાં નાની બાબતોને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જે બાદમાં હવે 11 પ્રકારના સ્ટડી રિપોર્ટ અને તારણો રજૂ કરવાની શરતે વર્લ્ડબેંકે લોન આપવાની તૈયારી બતાવી છે. 

સુરતમાં તાપી રિવરફ્રંટ પ્રોજેક્ટને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડબેંકે તાપી રિવરફ્રંટ પ્રોજેક્ટ માટે લોન આપવાની તૈયારી બતાવી છે. જોકે તે માટે વર્લ્ડબેંકે કેટલીક શરતો પણ મૂકી છે. રિવરફ્રંટ ડેવલપમેન્ટના પહેલા તબક્કામાં 2 હજાર કરોડનો ખર્ચ થશે. જોકે 2 હજાર કરોડમાંથી 1 હજાર 400 કરોડ વર્લ્ડબેંક આપશે. જાણો શું છે વર્લ્ડબેંકની શરતો

તાપી રિવરફ્રંટ પ્રોજેક્ટ માટે લોન આપવા માટે વર્લ્ડબેંક તૈયાર થઈ ગઈ છે. જેને માટે સુરત મહાનગરપાલિકાએ 11 પ્રકારના સ્ટડી રિપોર્ટ અને તારણો રજૂ કરવાના રહેશે. નોંધનીય છે કે, રિવરફ્રંટ ડેવલપમેન્ટના પહેલા તબક્કામાં 2 હજાર કરોડનો ખર્ચ થશે. જેમાંથી 2 હજાર કરોડમાંથી 1 હજાર 400 કરોડ વર્લ્ડબેંક આપશે. 

સુરત મહાનગરપાલિકા ટેન્ડર બહાર પાડશે 

સુરતમાં તાપી રિવરફ્રંટ પ્રોજેક્ટ માટે વર્લ્ડબેંકે લોન આપવાની તૈયારી બતાવતા સુરત મહાનગરપાલિકા હવે 2 હજાર કરોડમાંથી 30 ટકા કામના ટેન્ડર બહાર પાડશે. જોકે ટેન્ડર બહાર પાડ્યા બાદ વર્લ્ડબેંક લોન આપશે. આ સાથે પાલિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાના કન્સલટન્ટની નિમણૂંક પણ કરવી પડશે. 

બે મહિના પહેલા વર્લ્ડ બેંકના કર્મચારીઓએ કરી હતી મુલાકાત 

વર્લ્ડ બેંક પ્રોજેક્ટ માટે રકમ આપનાર હોવાને કારણે તમામ ઊંડાણપૂર્વકની માહિતી એકત્રિત કરી રહ્યું છે. જેને લઈ બે મહિના પહેલા વર્લ્ડ બેંકના કર્મચારીઓ દ્વારા તાપી નદી કિનારે જ્યાં તાપી રિવરફ્રન્ટ બનાવવામાં આવનાર છે. ત્યાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વર્લ્ડ બેંકની દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તાપી તટ ઉપર ફરી નાનામાં નાની બાબતોને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.  

 

Download Our B K News Today App



Related News