ગુરુગ્રામમાં ચાલુ વરસાદે ઝાડ નીચે ઊભેલા 4 લોકો પર વીજળી પડી, દુર્ઘટનામાં એકનું મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 11:38:34
  • Views : 275
  • Modified Date : 2021-03-13 11:38:34

    હરિયાણાના ગુરગ્રામમાં આવેલાં સિગ્નેચર વિલા કેમ્પસ કમોસમી વરસાદ દરમિયાન ઝાડ નીચે ઊભેલાં ચાર લોકો પર વીજળી પડી હતી. આ સમગ્ર ઘટના કેમ્પસની સામેની બિલ્ડિંગમાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વરસાદથી બચવા ચાર લોકો એક ઝાડ નીચે ઊભા છે. જોતજોતામાં ઝાડ પર વીજળી પડે છે અને વારાફરતી ચારેય લોકો બેભાન થઈ ટપોટપ પડી જાય છે. મહત્ત્વનું છે કે, આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે અને અન્ય ત્રણ લોકોની હાલત ગંભીર છે.

Download Our B K News Today App



Related News