પાલનપુરના કોમ્પ્લેક્સની લિફ્‌ટમાં આગ લાગતાં અફરાતફરી મચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-27 11:34:41
  • Views : 578
  • Modified Date : 2019-05-27 11:34:41

પાલનપુર- આબુ હાઇવે નજીક આવેલા સંસ્કૃત કોમ્પ્લેક્સની લિફ્‌ટમાં રવિવારે સાંજના સુમારે શોર્ટ સર્કિટથી
એકાએક આગ લાગતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જ્યાં નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. જોકે, રવિવારે ઘટના બનતાં કોઈ વ્યક્તિને ઈજાઓ કે જાનહાની થઈ ન હતી.
સુરતમાં બનેલી આગની દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીની સાથે સાથે ટ્યુશન સહિતના કલાસોમાં તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં બનાસકાંઠામાં પણ તંત્ર દ્વારા તપાસ ચાલી રહી છે. આવી સ્થિતિ વચ્ચેજ પાલનપુર- આબુ હાઇવે નજીક આવેલા સંસ્કૃત કોમ્પ્લેક્સની લિફ્‌ટમાં રવિવારે સાંજના સુમારે શોર્ટ સર્કિટથી એકાએક આગ લાગતાં ભારે અફરા તફરી મચી જવા પામી હતી. જ્યાં કોમ્પ્લેક્સ તેમજ આજુબાજુના વેપારીઓ એકત્ર થઈ ગયા હતા અને ત્વરિત નગરપાલિકામાં જાણ કરવામાં આવી હતી. જ્યાં દોડી આવેલા કર્મીઓએ ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે, રવિવારે ઘટના બનતાં કોઈ વ્યક્તિને ઈજાઓ કે જાનહાની થઈ ન હતી.

Download Our B K News Today App



Related News