ગેસ કંપનીઆએ પોતાના વર્કર અને ગ્રહોકોના હિતમાં લીધો નિર્ણયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-05 11:16:13
  • Views : 771
  • Modified Date : 2020-04-05 11:16:13

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ મહામારી બની ચુકી છે અને ટૂંકા ગાળામાં ગુજરાતમાં
પણ પોઝેટીવ કેસોનો વધારો જોવા મળ્યો છે. ત્યારે  સરકાર દ્વારા અનેક મહત્વના પ્રજાલક્ષી નિર્ણયો લઈ કોરોનાને પકડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગરીબ અને  મધ્યમ વર્ગના લોકોને લાભ થાય તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. ત્યારે ડી.એન.ઓ. બનાસકાંઠા  સોમરાજ મીણા (એચ.પી.સી.એલ.) ના જણાવ્યા અનુસાર કોરોના વાયરસ ને લઈને કોઈ પણ ડિલીવરી મેનનું અવસાન થાયતો ડિલિવરી મેનના પરિવારોને  ૫.લાખ રૂપિયાનું વિમા કવચ ઓઇલ કંપની તરફથી
આપવામાં આવશે. દિયોદર રાજ ગેસ એજન્સીના મેનેજર હેમંતભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઓઇલ કંપનીઓ પાસે
પર્યાપ્ત માત્રામાં એલ.પી.જી. સીલીન્ડર ઉપલબ્ધ છે. જેથી કોઈ પણ ગ્રાહકોએ ગભરાવવાની જરૂર નથી.  સમયસર સીલીન્ડર  ઘેર મળી રહેશે તેવું જણાવ્યું હતું.  આગામી ટૂંક સમયમાં  ઉજ્જ્વલા યોજનાના ગ્રાહકોને  ૩ સીલીન્ડર વિનામૂલ્યે
આપવામાં આવશે તેવું પણ રાજ ગેસ એજન્સીના મેનેજરે જણાવ્યું હતું. હવે ગેસ કંપનીઓ પણ
પોતાના વર્કર અને ગ્રહોકોના હિતમાં નિર્ણયો લેવાઈ રહ્યા છે જે સરાહનીય છે.

Download Our B K News Today App



Related News