ડીસા સ્પોર્ટ્સ ક્લબ પાસે આવેલ LIC બિલ્ડીંગ આગળ LIC કર્મચારીઓના ધરણા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-05 17:01:02
  • Views : 227
  • Modified Date : 2022-09-05 17:01:02

છેલ્લા ઘણા સમયથી વિવિધ મુદ્દાઓને લઈ અનેક લોકો યોજી રહ્યા છે ખાસ કરીને આજે ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ પોતાના માંગણી અને લઇ હડતાલો પર ઉતરી જતા અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે ત્યારે ડીસામાં LIC ના કર્મચારીઓ આજે તેમની પડતર માગણીઓને લઈ ધરણા પર બેસી જઈ વિરોધ દર્શાવ્યો હતો ગ્રાહકોના બોનસ વધારવા માટે, જૂની નવી પોલીસી પર જીએસટી રદ કરવા અને એજન્ટોને વધુ મેડીક્લેમ મળવો જોઈએ તે સહિત વિવિધ પડતર માગણીઓને લઈ કર્મચારી મંડળે વારંવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી. જોકે આ અંગે કોઈ જ ઉકેલ ન આવતા આખરે કંટાળેલા કર્મચારીઓ આજે ઓફિસનું કામકાજ બંધ રાખી ધરણા પર બેસી ગયા હતા. ડીસા ની LIC ઓફિસમાં કામ કરતા 150 કર્મચારીઓ પણ ધરણા બેસી આઇઆરડીએ સામે વિરોધ દર્શાવ્યો હતો આ અંગે કર્મચારી ચંપકલાલ જોશી એ જણાવ્યું હતું કે અમારી પડતર માગણીઓની રજુઆત બાદ પણ ઉકેલ ન આવતા આઈઆરડીએ સામે અમે વિરોધ દર્શાવીએ છીએ અને જો મારી માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં હજુ પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું.

Download Our B K News Today App



Related News