ડીસાના સમૌમોટામાં ધંધાની લેતીદેતીના મુદ્દે હંગામો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-19 11:24:58
  • Views : 387
  • Modified Date : 2020-06-19 11:24:58

ડીસા તાલુકાના સમૌમોટા ગામે ધંધાની લેતીદેતીના મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે હંગામો મચ્યો હતો. જેમાં સાત વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થતા જંગરાલ ૧૦૮ દ્વારા ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
ડીસા તાલુકાના સમૌમોટા ગામના મફાભાઇ કેશાભાઇ જોષી અને મહેશભાઇ ભેમજીભાઇ જોષી વચ્ચે અગાઉ ધંધાની લેતીદેતી બાબતે નોટરી કરેલી હતી. જે નોટરીની નકલ મફાભાઇ જોષીએ માગતા મામલો ઉગ્ર બની ગયો હતો. સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા નરહરીભાઇ જોષીના માથા ઉપર ધારીયુ તેમજ પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં સાત વ્યક્તિઓને નાનીમોટી ઇજાઓ થતા જંગરાલ ૧૦૮ દ્વારા ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આ અંગે મફાભાઇ જોષીએ ડીસા તાલુકા પોલીસ મથકે રામેશ્વરભાઇ ઇશ્વરભાઇ જોષી, હરગોવનભાઇ ઇશ્વરભાઇ જોષી, ભેમાભાઇ ઇશ્વરભાઇ જોષી, વજેરામભાઇ ઇશ્વરભાઇ જોષી, જીગ્નેશભાઇ હરગોવનભાઇ જોષી, મહેશભાઇ ભેમજીભાઇ જોષી અને વિનોદભાઇ ઇશ્વરભાઇ જોષી (તમામ રહે. સમૌમોટા, તા. ડીસા) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ બી.જે.ચાવડા ચલાવી રહ્યા છે.


Download Our B K News Today App



Related News