271 દિવસ બાદ 100થી ઓછા મૃત્યુ, સારા સમાચાર તે છે કે 15 રાજ્યોમાં એક પણ મૃત્યુ નહીં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-02 12:00:27
  • Views : 274
  • Modified Date : 2021-02-02 12:00:27

    દેશમાં સોમવારે કોરોનાના 8579 કેસ નોંધાયા હતા, 13443 દર્દીઓ સાજા થયા અને 94 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. કોરોનાથી પોતાનો જીવ ગુમાવનાર લોકોનો આ આંક 271 દિવસમાં સૌથી નીંચો છે. આ પહેલા 6 મે ના રોજ 96 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાહતની વાત તે છે કે છેલ્લા 24 કલાકમાં 12 રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ મહામારીથી કોઈનું પણ મૃત્યુ થયું નથી. સૌથી વધુ 27 લોકોના મૃત્યુ મહારાષ્ટ્ર અને ત્યાર બાદ કેરળમાં 17 થયા છે. આ જ બે રાજ્યો એવા છે જ્યાં 10થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.

    દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 1.07 કરોડ કેસ નોંધાઇ ચૂક્યા છે. તેમાંથી 1.04 કરોડ દર્દીઓ સાજા થયા છે. 1.54 લાખ સંક્રમિત લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે1.60 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.કોરોનાથી મૃત્યુ થવાની બાબતે હરત હવે સમગ્ર દુનિયામાં 18માં નંબતે પહોંચી ગયું છે. હજી પણ સૌથી વધુ મૃત્યુ અમેરિકા, જર્મની, બ્રાઝિલ, મેક્સિકો, ફ્રાન્સ, રશિયા, બ્રિટન જેવા દેશોમાં થઈ રહયા છે. ભારતમાં સંક્રમણ જો કે અન્ય દેશોની સરખામણી ઘણું કાબૂમાં છે. અહીં દરરોજ 8 થી 15 હજારની વચ્ચે કેસ નોંધાઈ રહયા છે, જ્યારે અમેરિકા, ફ્રાન્સ, રશિયા,બ્રિટનમા 20 હજારથી 1.25 લાખ સુધી નવા દર્દીઓ સામે આવી રહયા છે.

    કોરોનાને કારણે સામાન્ય લોકો માટે બંધ રાષ્ટ્રપતિ ભવન 6 ફેબ્રુઆરીથી ફરીથી ખોલવામાં આવશે. તે સપ્તાહમાં માત્ર શનિવાર અને રવિવારે ખુલ્લું રહેશે. જો આ બે દિવસમાં સરકારી રજા હોય, તો તે દિવસ ખુલશે નહીં. મુલાકાતીઓ ઓનલાઇન બુકિંગ કરાવી શકે છે.

    રાજસ્થાન સરકારે હાલમાં સરકારી અને પ્રાઈવેટ સ્કૂલોમાં ધોરણ 9 થી 12 સીધીના રેગ્યુલર ક્લાસ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ પહેલા ધોરણ 5 થી 8 સુધીની સ્કૂલોને 8 ફેબ્રુઆરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. ધોરણ 1 થી 5 ની સ્કૂલો અત્યારે બંધ રહેશે. જ્યારે, રાજ્યમાં સિનેમાઘરોમાં હાલમાં 50% પ્રેક્ષકો સાથે શરૂ કરવાનની મંજૂરી આપી છે. જો કે, કેન્દ્રએ 1 ફેબ્રુઆરીથી થિયેટરોમાં સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.

    કોરોનાથી સ્વસ્થ થયા પછી, મોટી સંખ્યામાં લોકોને આરોગ્યની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો માનસિક બીમારી, ઉંઘ ન આવવી, ચીડિયાપણું અને માદક દ્રવ્યોના સેવનમાં વધારો થાય, તો પછી તમે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના નિષ્ણાતોનો સંપર્ક કરી શકો છો. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર 080-46110007 જાહેર કરવામાં આવી છે.

    જમ્મુ કશ્મીર સરકારે પણ કોરોનનાઇ નવી ગાઈડલાઇન જાહેર કરી દીધી છે. આ દરમિયાન સ્કૂલ, કોલેજ, હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ, ટેકનિકલ કે સ્કિલ ઈન્સ્ટિટ્યૂટને ખોલવાની મજૂરી હશે. વૈષ્ણોદેવી દર્શન માટે જનારા લોકોની સંખ્યામાં પણ બદલાવ કરીને 25 હજાર કરી દેવામાં આવી છે.

Download Our B K News Today App



Related News