વાગુદળમાં છેલ્લા ચાર દિવસથી દીપડાએ ધામા નાખ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-21 16:19:34
  • Views : 81
  • Modified Date : 2023-12-21 16:19:34

રાજકોટના વાગુદળમાં છેલ્લા ચારેક દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે. તો ગામમાં સ્મશાન પાસે દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.ગ્રામજનોએ દીપડાના આટાંફેરાની જાણ વન વિભાગને કરી હતી. ત્યારે દીપડાના પગના નિશાન મળી આવ્યા હતા. જેને લઈને વન વિભાગ સક્રિય થયું છે. અને દીપડાનું રેસ્ક્યુ કરવા કામગીરી હાથ ધરી છે. ફોરેસ્ટ ઓફિસરોએ દીપડાનું લોકેશન જાણવા પેટ્રોલિંગ હાથ ધર્યુ છે. ત્યારે DCF તુષાર પટેલે જ્યાં સુધી દીપડાના રેસ્ક્યુની કામગીરી ન થાય ત્યાં સુધી ગામ લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.તો બીજી તરફ સાબરકાંઠાના તાલોદના મોઢુકામાં દીપડો પકડાઈ ગયો છે. ખેતરમાં પાણી વાળવા જતાં સમયે ખેડૂતને દીપડો દેખાતા ભયનો માહોલ છવાયો હતો. વન વિભાગને જાણ કરતાં દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી. જે દરમિયાન વનવિભાગની ટીમે નેટ વડે દીપડાને પકડી લીધો હતો.

Download Our B K News Today App



Related News