ચીખલીના તલાવચોરા ગામમાં દીપડાના આંટાફેરા, સ્થાનિકોમાં ભયનો માહોલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-20 14:39:08
  • Views : 88
  • Modified Date : 2023-11-20 14:39:08

નવસારીના ચીખલી તાલુકાના ગામોમાં ફરી દીપડાનો ખૌફ ફેલાયો છે. ચીખલી તાલુકાના તલાવચોરા ગામે મોડી રાતે એક દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે. દીપડો શિકારની શોધમાં તલાવચોરા ગામની આસપાસ આવ્યો હતો.મળતી માહિતી પ્રમાણે દીપડાએ મોડી રાતે ગામમાં ઘૂસીને એક ગલૂડિયાંને પણ શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઇ ગઇ છે. દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. જેથી ચીખલી વન વિભાગને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News