કોડીનારમાં બાઇકસવાર પર દીપડાનો હુમલો, ખેતરમાં ઢસડી જઈ ધડથી માથું અલગ કરી નાખ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-02 13:16:24
  • Views : 365
  • Modified Date : 2021-01-02 13:16:24

    ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામથી રાત્રે વાડીએ બાઈક પર જઈ રહેલા યુવાન પર ખૂનખાર માનવભક્ષી દીપડાએ હુમલો કરી ફાડી મોત નિપજાવ્યું છે. ખૂનખાર દીપડાએ યુવકનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. યુવકનો મૃતદેહ જોઈ ગ્રામજનો ફફડી ઊઠ્યા હતા. આ ઘટનાથી નાના એવા ગામ સહિત પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ ઘટના અંગે ગ્રામજન ભરત કછોટના જણાવ્યા અનુસાર, કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે અજિતભાઈ ભેડા પરિવારજનો સાથે રહેતા હતા. ગત રાત્રિના નવેક વાગ્યે અજિતભાઈ દૂધ દઈને ગામમાંથી વાડી તરફ જઈ રહ્યા એ સમયે રસ્તામાં ઘોર અંધારામાં અચાનક ખૂનખાર દીપડાએ તેમની પર હુમલો કરી પછાડી દઈ નજીકના કપાસના ખેતરમાં ઢસડી લઈ જઈ તેમને ફાડી ખાધો હતો.

    વહેલી સવારે વાડીએ જઈ રહેલા અમુક ગ્રામજનોના ધ્યાને રસ્તા પર અજિતભાઈનું બાઈક રેઢું પડેલું મળી આવતાં તરત આજુબાજુમાં શોધખળ કરતાં નજીકના એક ખેતરમાંથી અજિતભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ કરાતાં સરપંચ અને વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. અજિતભાઈના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલે ખેસડવા તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને લઈ નાના એવા ગામમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.અત્રે નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં સુત્રાપાડા તાલુકાના ગામે એક સાત વર્ષની બાળકી પર ખૂનખાર દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. દસેક દિવસની મહેનત બાદ એ ખૂનખાર દીપડાને કેદ કરવામાં સફળતા મળતાં વનવિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાં ફરી બાજુના તાલુકામાં આજે દીપડાએ હુમલો કરી એક યુવાનનું મોત નિપજાવતાં ગ્રામજનોમાં દીપડાઓની કાયમી રંજાડને લઈ રોષ ફેલાયો છે.




Download Our B K News Today App



Related News