ધારી નજીક સાંકળથી બાંધેલા આધેડને દીપડાએ ફાડી ખાધા, આધેડને વાડીમાં સાંકળથી શા માટે બાંધીને રાખ્યા હતા?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-27 13:19:12
  • Views : 256
  • Modified Date : 2021-01-27 13:19:12

    જંગલ વિસ્તારની આસપાસના ગ્રામ્ય પંથકમાં જંગલી વન્ય પ્રાણીઓ દ્વારા માનવજાતિ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. આજે સવારે અમરેલી જિલ્લાના ધારી ગીરની દલખાણીયા રેન્જમાં માનવભક્ષી દીપડાએ એક વૃદ્ધને ફાડી ખાધા છે. બનાવની જાણ થતાં ગ્રામજનો અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે જઇને વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું હતું, કારણ કે દીપડાના હુમલાનો ભોગ બનેલા વૃદ્ધનો હાથ સાંકળથી બાંધેલો હતો. વૃદ્ધને કોણે સાંકળથી બાંધ્યા એ દિશામાં વન વિભાગ અને પોલીસે તપાસ શરૂ કરી છે.


    બનાવની વિગતો એવી છેકે, ધારી ગીરની દલખાણીયા રેન્જમાં આવતા અમૃતપુર ગામની નજીક એક વાડી વિસ્તારમાં દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં એક 75 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો. ગામના જ રહેવાસી એવી મનુભાઈ સાવલિયાનો મૃતદેહ મળતા ગ્રામજનો વાડી વિસ્તારમાં એકઠાં થયા હતા. ગ્રામજનોએ બનાવ અંગે વન વિભાગને જાણ કરી હતી. દીપડા દ્વારા વૃદ્ધને ફાડી ખાતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો હતો અને વન વિભાગ દ્વારા દીપડાના હુમલાને રોકવાની દિશામાં પગલાં લેવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

​​​​​​​    ધારી ડીસીએફ ડો. અંશુમન શર્મની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જૂદી જૂદી દિશામાં તપાસ હાથ ધરી વૃદ્ધને દીપડાએ ફાડી ખાધા હોવાની વન વિભાગના સીસીએફ દુષ્યંત વસાવડાએ પુષ્ટિ કરી હતી. જોકે સ્થળ પર વૃદ્ધને સાંકળથી બાંધેલા દૃશ્યો વિશે વન વિભાગ ખૂબ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યું છે અને સમગ્ર મામલે પેનલ પીએમ કરવામાં આવશે. પોલીસ પણ સમગ્ર મામલે નજર રાખી રહી છે. વૃદ્ધને સાંકળથી બાંધ્યાની દિશામાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક અધિકારીની ટીમ દ્વારા અલગ-અલગ દિશામાં નિવેદન લઇને તપાસ શરૂ કરાઈ છે, જોકે આ અંગે પરિવાજનો દ્વારા મૌન સેવવામાં આવ્યું છે.


Download Our B K News Today App



Related News