ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં તેજીની ખટાશ, એક નંગ ખરીદવા એક નોટ આપવી પડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-11 15:25:30
  • Views : 60
  • Modified Date : 2025-03-11 15:25:30

 ઉનાળા પહેલા લીંબુના ભાવ અત્યારથી થયા ડબલ, 60 રૂપિયે કિલો મળતા લીંબુનો ભાવ હવે 140-150 રૂપિયા પ્રતિ કિલો, હાલમાં ઉત્પાદન ઓછું અને માંગ વધારે

 બૉલીવુડ ફિલ્મની એક લાઇન "એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ કયા જાનો દેવ બાબુ" તો તમે સાંભળી જ હશે પણ હાલના સમયમાં લીંબુના વધતાં ભાવની વચ્ચે આ લાઇન કઈક આવી રીતે ચર્ચામાં છે કે, "એક લીંબુની કિંમત તુમ ક્યાં જાનો બાબુ!" વાસ્તવમાં ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. બજારમાં 60 રૂપિયે કિલો મળતા લીંબુ હવે 150 રૂપિયે કિલો મળી રહ્યા છે. આ તરફ એવી પણ ચર્ચા છે કે, હજુ પણ લીંબુના ભાવ વધી શકે છે. રાજ્યમાં ગરમીની આગાહીની વચ્ચે લીંબુના ભાવ વધ્યા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, હાલની સ્થિતિએ ગ્રાહકને એક લીંબુ 10 રૂપિયા સુધીમાં પડે છે.


સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા



ગુજરાતમાં ઉનાળાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે અને ગરમીનો પારો 39 ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે ઉનાળાનું ટોનિક એટલે કે લીંબુની માંગમાં વધારો થયો છે. લીંબુની માંગને લઈને ભાવમાં 50 ટકા વધારો થયો છે જેથી હવે ગ્રાહકોને એક લીંબુ પણ 10 રૂપિયામાં મળી રહ્યું છે.



ઉનાળામાં ગરમીને માત આપનાર લીંબુના ભાવમાં ગરમીની સીઝનની શરૂઆતમાં જ અસહ્ય વધારો જોવા મળી રહ્યો છે. લીંબુના ભાવની વાત કરવામાં આવે તો 10 દિવસ પહેલા ફકત 30 રૂપિયા 500 ગ્રામ લીંબુ વેચાતા હતા, જે હાલમાં 70 રૂપિયાની આસપાસ 500 ગ્રામ લીંબુ વેચાઈ રહ્યા છે. લીંબુના સ્ટોકની વાત કરવામાં આવે તો હાલમાં ગુજરાતમાં લીંબુ નું ઉત્પાદન જ નહિવત છે, જેટલો સ્ટોક જોઈએ એટલો પૂરતા પ્રમાણમાં લીંબુ નો સ્ટોક આવ્યો નથી. જેથી હાલમાં કોલ્ડ સ્ટોરેજમાંથી લીંબુની ખપત કરવામાં આવી રહી છે અને સ્ટોક પૂરો કરવા માટે કર્ણાટક અને મદ્રાસમાંથી લીંબુ મંગાવવામાં આવી રહ્યા છે. જો આવું જ રહ્યું તો લીંબુનો ભાવ ખરા ઉનાળાની સીઝનમાં 200 રૂપિયા કિલો સુધી પહોંચી શકે છે.




ઉનાળાની શરૂઆત સાથે સતત વધી રહી છે લીંબુની માંગ


લીંબુની માંગની વાત કરવામાં આવે તો ઉનાળાની સીઝનમાં શેરડીના રસ, શિકંજીનું પ્રમાણ વધતું હોય છે. જેથી 30 ટકા જેટલો સ્ટોક નાના વેપારીઓ લઈ જતા હોય છે અને બાકી રહેલો 70 ટકા સ્ટોક માર્કે માં એટલે કે શાક માર્કેટમાં વેચાણ માટે જાય છે, પણ નાના વેપારીઓને 110 રૂપિયા કિલો મળેલ લીંબુ નફો મેળવવા માટે 140થી 150 રૂપિયા કિલો છૂટક બજારમાં વેચવામાં આવે છે, જ્યારે હાલમાં 10 રૂપિયા પ્રતિ લીંબુનો ભાવ વેચાઈ રહ્યો છે જ્યારે લીંબુ ખરીદતા ગ્રાહકો પણ ભાવ વધારાના કારણે હેરાન થઈ રહ્યા છે કે, લીંબુની સીઝન માં દર વખતે ભાવ વધારો થાય છે ત્યારે તંત્રે આ ભાવ વધારો કાબૂમાં કરવા માટે પગલાં લેવા જોઈએ.


વધુ વાંચો : રાજકોટમાં મહિલાએ યુવકના કોલર પકડી મૂક્કા માર્યા, ભરબજારે ભેગા થયા ટોળાં, વીડિયો વાયરલ


આમ ઉનાળાની સિઝનમાં જ લીંબુનો ભાવ 150 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે અને એક લીંબુ 10 રૂપિયામાં વેચાઈ રહ્યું છે ત્યારે હજુ તો ઉનાળાની ખરી સિઝન બાકી છે. જ્યારે લોકડાઉન અને કોરોનામાં લીંબુ 200થી 250 રૂપિયા કિલો વેચતા હતા તેવી જ પરિસ્થિતિ ફરીથી ઊભી થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે તને ખરેખર ભાવ કંટ્રોલ કરવા કોઈ પગલા લે છે કે નહીં તે જોવું રહ્યું.

Download Our B K News Today App



Related News