ડીસાના મોચીવાસ વિસ્તારમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાનૂની સીબીર યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-26 11:43:56
  • Views : 252
  • Modified Date : 2021-11-26 11:43:56

ડીસાના મોચીવાસ વિસ્તારમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાનૂની સીબીર યોજાઈ હતી. છેલ્લા ઘણા સમયથી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મહિલા ઉપર અનેક અત્યાચારોના બનાવો વધી રહ્યા છે જેને અટકાવવા માટે હાલમાં ઠેરઠેર કાનુની શિબિર યોજવામાં આવી રહી છે જેમાં તમામ મહિલાઓને કાનુની શિબિર અંતર્ગત માહિતી પુરી પાડવામાં આવી છે જે અંતર્ગત ડીસાના મોચીવાસ વિસ્તારમાં પણ આગણવાડીમાં સામાજિક કાર્યકર્તાઓની મદદથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાનુની શિબિર યોજાઇ હતી આ શિબિરમાં મહિલા કાયદા કાનૂની શિબિર પી.એલ.વી , કચ્છવા, રાજેશ અને પોલીસ સ્ટેશનમાં મહિલા સહાયતા કેન્દ્ર કાઉન્સેલર કુસુમબેન ડેલ દ્વારા મહિલાઓ પર ઘરેલુ હિંસા, કામકાજના સ્થળે જાતીય સતામણી, બ્લેક મેઈલ, સાઇબર ક્રાઈમ જેવી ઘટનાઓથી કઈ રીતે બચી શકાય તે માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ડીસાના મુજે બાત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News