બનાસકાંઠામાં ઇ-મેમો નહિ ભરનાર સામે થશે કાનૂની કાર્યવાહી 26 મીએ યોજાનાર લોક અદાલતમાં ઇ-મેમો ભરપાઈ કરવા અનુરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-19 11:37:07
  • Views : 227
  • Modified Date : 2022-06-19 11:37:07

 

 

બનાસકાંઠામાં 35,000 લોકોએ -મેમો ભર્યો નથી

બનાસકાંઠામાં  35,000 લોકોએ -મેમો ભર્યો નથી. ત્યારે -મેમો નહિ ભરનાર લોકો સામે પણ એફઆરઆઈ દાખલ થઇ શકે છે. ત્યારે 26મી જૂને યોજાનાર લોક અદાલતમાં -ચલણની દંડની રકમ ભરી દેવા સીનીયર સિવિલ જજે અનુરોધ કર્યો હતો.

26મી જૂને યોજાસે લોક અદાલત

બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો પર સીસીટીવી દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. જેમાં ટ્રાફિકના નિયમો નો ભંગ કરનાર  35 હજાર જેટલા -મેમા ભરપાઈ થયા નથી. ત્યારે -મેમા ભરનાર 35 હજારથી વધુ લોકો પર ફરિયાદ સહિતની કાનુંની કાર્યવાહી થઈ શકે છે. ત્યારે પોલીસ ફરિયાદથી બચવા લોકોએ 26મી જૂને જિલ્લાભરમાં યોજાનાર લોક અદાલતમાં -મેમાના દંડની રકમ ભરવા સિનિયર સિવિલ જજે અનુરોધ કર્યો હતો જેમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલા નેત્રમ સીસીટીવી મુલાકાતે આવેલા સિનિયર સિવિલ જજે બનાસકાંઠા જિલ્લાની જનતાને આવનાર સમયમાં યોજાનાર લોક અદાલતમાં મેમો ભરવા અનુરોધ કર્યો છે

Download Our B K News Today App



Related News