સુરતના BRTS બસ સ્ટેન્ડમાં સિક્યોરિટી હોવા છતાં LED ટીવીની ચોરી

  • Published By :
  • Published Date : 2022-09-15 15:34:04
  • Views : 216
  • Modified Date : 2022-09-15 15:34:04

સુરતમાં તમામ BRTS બસ સ્ટેશનમાં ટીવી મુકવામાં આવ્યા છે અને આ ટીવીની સુરક્ષાના ભાગરૂપે પેટી બનાવી તેની અંદર લોક કરીને ટીવી રાખવામાં આવ્યા છે. તેવામાં અજાણ્યા ઈસમો દ્વારા BRTS બસ સ્ટેશનમાં ઘુસી 35 હજારની મત્તાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી. ઘટના બનતા જ બસ સ્ટેશનના સિક્યુરિટી ગાર્ડ દ્વારા સરથાણા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. મહત્વનું છે કે સરકારી જગ્યાઓ રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે જગ્યાથી ચોરી થઈ છે તે જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે . દરરોજની અનેક લોકોની અવરજવર રહેતી હોવા છતાં ચોર ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. આ પહેલા પણ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી ટીવી ચોરાવાની એક બે ઘટના બની ચુકી છે. ત્યારે બસ સ્ટેન્ડ પર સિક્યોરીટી વધારવા ઉપરાંત સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ વધુ સારી કરવા તંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. હાલ તો સરથાણા પોલીસને મળેલી અરજી પ્રમાણે નજીકના સીસીટીવી તપાસીને ટીવીની ચોરી કોણ કરી ગયું તે દિશામાં પોલીસ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. બનાવને પગલે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી હતી. સુરતના સરથાણા વિસ્તારમાં પાલિકાના બીઆરટીએસ બસ સ્ટેશનમાંથી LED ટીવી ચોરાઈ ગયુ હતું. બસ સ્ટેશનમાંથી ટીવી ચોરાઈ જતા સરથાણા પોલીસ મથકમાં અરજી નોંધવામાં આવી છે. સુરતમાં સરકારી માલ મિલકતની ચોરીની ઘટના યથાવત છે. અનેક જગ્યાએ સરકારી મિલકતોની ચોરી થઈ રહી છે. તેવામાં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પાલિકાના BRTS બસ સ્ટેશન ખાતેથી LED ટીવીની ચોરીની ઘટના બની છે.

Download Our B K News Today App



Related News