સુરતના કામરેજમાં પત્ની-પુત્રીને છોડી મલેશિયા જતા રહેલા પતિએ 3 સંતાનની માતા સાથે લગ્ન કરી લીધા, કહ્યું- ભારત આવીશ ત્યારે પણ તેની સાથે રહીશ, તારી સાથે નહીં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 12:27:37
  • Views : 295
  • Modified Date : 2021-01-06 12:27:37

    સુરત જિલ્લાના કામરેજના ખોલવાડ ડેરી ફળિયામાં રહેતી યુવતી અને 5 વર્ષની પુત્રીને પતિ છોડીને મલેશિયા જતો રહ્યો હતો. મલેશિયા જઈને 3 સંતાનની માતા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે 3 મહિના થવા છતાં પત્નીને ફોન ન કરતાં પત્નીએ સંપર્ક કર્યો હતો. ત્યારે પતિએ કહ્યું હતું કે, મેં લગ્ન કરી લીધા છે અને તેની સાથે રહેવાનો છું. પતિ ભારત પરત ફર્યો હોવા છતાં પત્ની કે પુત્રીની જવાબદારી ન ઉઠાવતાં પત્નીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    ખોલવડ ડેરી ફળિયામાં રહેતા અબ્દુલ મજીદ શેખની દીકરી ફરઝાનાનાં લગ્ન 2013માં કઠોર કોળી ફળિયામાં રહેતા બિલાલ ઇકબાલ બોસ્તાન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન દીકરીનો જન્મ થયો હતો, જે હાલ 5 વર્ષની છે. 1-2 વર્ષ સારી રીતે વીત્યા બાદ પતિ કોઇ કામ ન હોવાથી ફરઝાનાના સસરા તું જ બિલાલને કામ પર જવા નથી દેતી. પતિ પણ ઝઘડો કરી ખોલવડ માતાપિતાનાં ઘરે મૂકી જઇ ઇચ્છા પ્રમાણે પાછો તેડી જતો હતો. કાયમી ઝઘડો થતો હોય સસરાનાં કહેવાથી અલગ રહેવા ગયા હતા. ત્યાર બાદ બિલાલે કામ માટે મલેશિયા જવાનું જણાવતા ફરઝાનાએ ના પાડતા મારઝૂડ કરી ખોલવડ મૂકી મલેશિયા ગયો હતો.

    3 મહિના સુધી ફોન નહીં આવતા તેમજ કોઇ ખર્ચ ન મોકલતા ભાઇનાં મોબાઇલથી ફોન કરતા બિલાલે સોશિયલ મીડિયા પર એક સ્ત્રીનો ફોટો મૂકી આ મારી બોસ છે. હું તેના ઘરે રહું છું અને તમે ભારત આવવાનાં કે કેમ તેમ પૂછતા મેં મલેશિયામાં 3 સંતાનની માતા સાથે શાદી કરી છે. હું ભારત આવીશ ત્યારે પણ તેની સાથે રહીશ. તારી સાથે નહીં રહું.બિલાલ ભારત આવી ગયો હોવાની જાણ થતા ફરઝાના કઠોર ગઇ હતી. સસરાએ જણાવેલ કે બિલાલ સાયણ રહે છે. બિલાલએ મલેશિયા જઇ લગ્ન કરી ભારત આવ્યા બાદ પણ અન્ય સ્ત્રી સાથે રહી ભરણપોષણ ન આપી ઝઘડો કરી ત્રાસ આપતો હતો. જેથી કામરેજ પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી.


Download Our B K News Today App



Related News