ડીસા નગરપાલિકા સંચાલિત દિવ્યાંગ ભવન ખાતે આજે મંદબુધ્ધિના બાળકોને લર્નિંગ મટેરિયલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-30 11:48:19
  • Views : 172
  • Modified Date : 2022-03-30 11:48:19

રાજ્ય સરકાર દ્વારા હાલમાં મંદબુદ્ધિના બાળકો પણ અન્ય બાળકોની જેમ વિવિધ વસ્તુઓ વિશે જાણતા થાય તે માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત આજે ડીસાના લાઠીબાજર વિસ્તારમાં આવેલા દિવ્યાંગ ભવન ખાતે બાળકોને સામાજિક અને શૈક્ષણિક રીતે આગળ વધી શકે છે.. આ બાળકોના ઉત્થાન માટે સારું એવું કામ કરવામાં આવી રહ્યું છે.. ત્યારે આજે દિવ્યાંગજન શાસક્તિકરણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ભારત સરકારના સહયોગથી દિવ્યાંગ બાળકોને ટીચિંગ લર્નિંગ મટેરિયલ કિટનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.. આજે 23 બાળકોને આ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.. આ કિટમાં દિવ્યાંગ બાળકોનો માનસિક વિકાસ કેવી રીતે કરવો તેના ટૂલ્સનો સમાવેશ થાય છે.. આજે આ કીટ મળતા બાળકોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા હતા.

Download Our B K News Today App



Related News