સુરતના ઉનમાં પીવાના પાણીની લાઈનમાં લીકેજ, સ્થાનિકે પાણી ખાતામાં ફોન કર્યો તો અધિકારીએ કહ્યું- રવિવારે ફોન નહિ કરવાનો સમજ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-04 11:44:28
  • Views : 256
  • Modified Date : 2021-01-04 11:44:28

    સુરત શહેરના ઉન વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં લીકેજ થતા રસ્તા પર પાણી ભરાયા હતા. જેને લઈને સ્થાનિક દ્વારા પાણી ખાતાના અધિકારીને કોલ કરી જાણ કરી હતી. જોકે, અધિકારીએ રવિવારે ફોન નહિ કરવાનનું જણાવ્યું હતું. આવા જવાબનું ઓડિયો રેકોર્ડિંગ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે. ઉન વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં લીકેજ થયું હતું. જેના પગલે રસ્તા પર પાણી ભરાયા હતા. એક સ્થાનિક દ્વારા પાણી ખાતાના અધિકારીને કોલ કરી જાણ કરી હતી. જેમાં અધિકારીએ જણાવ્યું હતું કે, આ પહેલા પણ તમને કહ્યું છે, આજે મારી રજા છે. રવિવારે ફોન નહીં કરવાનો સમજા. હવે કાલે વાત કરીશું. અધિકારીના આવા જવાબનું ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે. જેના પગલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

    સઇદ અહેમદ રાંદેરી (સામાજિક કાર્યકર્તા) એ જણાવ્યું હતું કે આ ઉધના ઝોનના હાઇડ્રોલિક વિભાગની બેજવાબદાર કામગીરીનું જીવતું ઉદાહરણ છે. રોજ સાંજે 5 વાગ્યાથી લઈ 8:30 વાગ્યા સુધી 8×6નો વોટર વાલ ચેમ્બર લીકેજ થવાથી હજારો લીટર પાણી રોડ ઉપર આવી જાય છે. પાંડેસરા-સચિન મેઇન રોડ હોવાને કારણે અકસ્માતો પણ થાય છે અને ગંદકીઓ પણ ફાટી નીકળે છે. જ્યાં સુધી લોકો રોડ પર આવીને વિરોધ નહિ કરે કે ઝોનમાં ફરિયાદ નહિ કરે ત્યાં સુધી આ રીપેર થતું નથી. તમામ ઝોનમાં ઉધના ઝોનનું હાઇડ્રોલિક વિભાગ એટલે માથાનો દુઃખાવો કહી શકાય છે.


Download Our B K News Today App



Related News