અહેમદાબાદ શહેરમાં મોટાભાગના પાનના ગલ્લા અને ચાની કિટલીઓ ખુલી રહી, AMCની કડક કાર્યવાહી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-11 13:32:10
  • Views : 239
  • Modified Date : 2021-04-11 13:32:10

    અહેમદાબાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શનિવાર સાંજથી પાનના ગલ્લાઓ અને ચાની કિટલીઓ બંધ કરાવી હતી. પરંતુ રવિવારે સવારે અમદાવાદમાં ફરી ચાની કિટલીઓ અને કેટલાક પાનના ગલ્લાઓ ધમધમતા થયા છે. ગુજરાત યુનિવર્સિટી પાસે જ્યાં સામાન્ય દિવસોમાં અને દર રવિવારે ચા માટે ભીડ જામતી હોય છે એવા ઋતુરાજ ટી સ્ટોલ આજે સવારે ખુલ્લી મળી હતી. લોકો ટોળે ટોળા વળી અને ચા પીવા માટે સ્ટોલ પર ઉભા હતા. એકતરફ એએમસી ચાની કિટલીઓ અને પાનના ગલ્લાઓ બંધ કરાવવાની વાત કરે છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં જાણીતી ટી સ્ટોલ ચાલુ જોવા મળે છે.

    અહેમદાબાદ શહેરમાં કોરોના વધતા જતા કેસ વચ્ચે એએમસી સોલીડ વેસ્ટ વિભાગે તમામ પાનના ગલ્લાં અને ચાની લારીઓને બંધ કરાવી દીધી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર લારી-ગલ્લાં મ્યુનિ.એ અનિશ્ચિત મુદત માટે બંધ કરાવી દીધાં છે. મ્યુનિ.એ 2 હજાર જેટલાં પાનના ગલ્લા અને 1500 જેટલી ચાની કિટલીઓ બંધ કરાવી છે. નવો હુકમ ન થાય ત્યાં સુધી આ બંધ અમલી રાખવાનો આદેશ અપાયો છે. એએમસી સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શનિવારે સાંજથી જ શહેરના તમામ લારી ગલ્લાં બંધ કરાવવા માટે અભિયાન હાથ ધરાયું હતું. શહેરના તમામ વોર્ડના પાનના ગલ્લા અને ચાની લારીઓને અનિશ્ચિત મુદત માટે બંધ કરાવી છે.

    cએક તરફ જ્યાં શુક્રવારે પાનના ગલ્લા શનિ-રવિવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યાં પાનના ગલ્લાં ચાલુ રાખતાં, આખરે તંત્રએ રાત્રે રસ્તા પર ઉતરીને પાનના ગલ્લા બંધ કરાવ્યા હતા. ​​​​​​ અહેમદાબાદમાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ ક્યાં સુધી બંધ રહેશે તે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે પાનના ગલ્લાઓ અને ચાની કિટલીઓ બંધ રાખવા વેપારીઓને સૂચના આપી છે. પરંતુ પાન ગલ્લાના એસોસિએશનની જાહેરાત બાદ પણ કોઈ પણ ગલ્લા બંધ ન રહેતા એએમસી એ કડક પગલાં લીધા હોવાની વાત છે.

 

Download Our B K News Today App



Related News