દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજે પોતાના માદરે વતન બનાસકાંઠા ના થરાદ ખાતે પહોંચ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-24 11:31:24
  • Views : 1087
  • Modified Date : 2021-11-24 11:31:24

 

એશિયાના અગ્રણી ઉદ્યોગપતિ અને મૂળ થરાદના વતની ગૌતમ અદાણી આજે પોતાના માદરે વતન બનાસકાંઠાના થરાદ ખાતે પહોંચ્યા હતા. થરાદ ખાતે પહોંચી પાંચેય ભાઈઓ સાથે કુળદેવી માતા દર્શન કર્યા હતા અને સ્થાનિક ધારાસભ્ય સહિત આગેવાનો સાથે મુલાકાત કરી હતી.જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજે બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ ખાતે પહોંચ્યા હતા. પોતાના પાંચેય ભાઈઓ સાથે હેલિકોપ્ટર મારફતે થરાદ પહોંચી શ્રી કુળદેવી કુવારકા માતાજીના મંદિરે પહોંચી દર્શન કર્યા હતા. કુળદેવી માતાજી આગળ શીશ ઝુકાવી દર્શન કરી આશીર્વાદ મળ્યા હતા. ત્યારબાદ તેઓ સ્થાનિક ધારાસભ્ય સહિત આગેવાનો સાથે મુલાકાત કરી હતી. જ્યાં થરાદમાં સારી હોસ્પિટલ બનાવવાની રજૂઆત કરતા ગૌતમ અદાણી ઉત્સાહ સાથે તૈયારી બતાવી હતી અને સારી જગ્યા જોયા બાદ પોતાના વતનમાં સારી હોસ્પિટલ બનાવવાની તૈયારી દર્શાવતા આગેવાનોએ ગૌતમ અદાણીનો આભાર માન્યો હતો

 

 

 

Download Our B K News Today App



Related News