અમરેલીમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણી સાયકલ પર ખાતરની થેલી લઈ મતદાન માટે પહોંચ્યા!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-28 13:57:07
  • Views : 249
  • Modified Date : 2021-02-28 13:57:07

    દેશમાં હાલ પેટ્રોલ ડીઝલના ભાવથી જનતા પરેશાન છે, ખાતરમાં વધી રહેલા ભાવથી ખેડૂતો પરેશાન છે અને ગેસ સિલિન્ડરના ભાવ વધતા ગૃહિણીઓ પરેશાન છે. ત્યારે વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પાલિકા-પંચાયતની ચૂંટણીમાં મતદાન કરતા પહેલા નવતર વિરોધ કર્યો હતો.

    અમરેલી શહેરમાં મતદાન કરવા માટે પરેશ ધાનાણી સાયકલ પર સવાર થઈ મતદાન મથક પર પહોંચ્યા હતા.આ સમયે સાઇકલના કેરિયરમાં ખાતરની એક બેગ પણ સાથે રાખી હતી. ધાનાણીની સાથે અન્ય એક મતદાર પોતાની સાઇકલ પાછળ એલપીજી સિલિન્ડર લઈ મતદાન મથક પર પહોંચ્યા હતા. અમરેલી શહેરના રસ્તા પરથી નેતા વિપક્ષ સાયકલ પર ખાતરની બેગ રાખી પસાર થતા શહેરીજનો આશ્ચર્યમાં મુકાયા હતા.

​​​​​​​    અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે. 11 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા માટે મતદાન શરૂ થયું છે. અમરેલી જિલ્લા પંચાયતમાં અત્યારસુધીમાં 7.97 ટકા મતદાન, સૌથી વધુ નાગેશ્રીમાં 10.73 ટકા મતદાન થયું છે. જિલ્લા-તાલુકા પંચાયતના 1139 મતદાન મથકો અને નગરપાલિકાના 249 મતદાન મથકો પર મતદાન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પંચાયતની 34 સીટ માટે 91 ઉમેદવાર, તાલુકા પંચાયત માટે 515 તથા પાંચ પાલિકા માટે 459 મળી કુલ 1065 ઉમેદવારોનુ ભાવિ 11.51 લાખ મતદારો ઘડશે. આગામી બીજી તારીખે મતગણતરી થશે.


Download Our B K News Today App



Related News