ગાંધીધામ આંગડીયા પેઢીની લૂંટના ચાર લુંટારૂઓને પાટણ એલ.સી.બી.ની ટીમે દબોચી લીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-17 11:40:41
  • Views : 403
  • Modified Date : 2019-10-17 11:40:41

ગાંધીધામ શહેર ખાતે થયેલ આંગડીયા પેઢીની લૂંટના આરોપીઓને પકડવા માટે રેન્જ આઇ.જી.ની સુચનાથી પાટણ એલ.સી.બી અને રાધનપુર
પોલીસના સંયુક્ત ઉપક્રમે તપાસ હાથ ધરવામાં આવતા ગણત્રીના કલાકોમાં આ લૂંટના આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. તેમજ તેમની
પાસેથી લૂંટની રોકડ રકમ રૂ.૯,૬૫,૭૫૦ ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને પકડી પાડી જેલના હવાલે કર્યા હતા.
ગાંધીધામ શહેર ખાતે તા.૧૪ ઓક્ટોમ્બર ૨૦૧૯ ના બપોરના એક થી દોઢ વાગ્યા દરમ્યાન બાબુભાઇ મહાદેવભાઇ પ્રજાપતિ રહે.ગાંધીધામ વાળાઓ તેઓની ગાંધીધામ ખાતે આવેલ બાબુલાલ આંગડીયા સર્વિસ નામની આંગડીયા પેઢી ઉપર હાજર હતા. દરમ્યાન આંગડીયા પેઢીમાં આશરે ૨૫ ઉંમરના બે ઇસમોએ આંગડીયુ કરવાના બહાને ફરિયાદીની ઓફિસમાં આવી એક ઇસમે છરી વડે ફરિયાદીને જમણા હાથની ટચલી આંગળી ઉપર ઇજા કરી તથા બીજા ઇસમે માથાના ભાગે મુક્કા મારી તથા ફરિયાદીનું ગળુ દબાવી ફરિયાદીને બેભાન કરી ઓફિસની તીજોરીમાંથી રોકડ રૂ.૧૦,૭૨,૬૧૫ તથા એક ઓપો કંપનીનો મોબાઇલ કિં.રૂ.૧૦,૦૦૦ તથા અન્ય ડોક્યુમેન્ટ મળી કુલ રૂ.૧૦,૮૨,૬૧૫
ના મુદ્દામાલની લૂંટ કરી નાસી ગયેલ હોઇ. જે બાબતે ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૧૫૯/૨૦૧૯ ફરીયાદ નોંધાવા પામી હતી. જેથી લૂંટના બનાવને અત્યંત ગંભીરતાથી લઇ  આઇ. જી.
પી. સરહદી રેન્જ ભુજ સુભાષ ત્રિવેદીએ લૂંટના ગુન્હાના આરોપીઓ શોધી કાઢી પકડવા કરેલ સુચના આધારે પાટણ પોલીસ અધિક્ષક અક્ષયરાજની સુચના આધારે તથા નાયબ પોલીસ અધિક્ષક રાધનપુર એચ.કે.વાઘેલા ના માર્ગદર્શન હેઠળ પાટણ એલ.સી.બી. પોલીસના સબ ઈન્સ. વાય.કે.ઝાલા તથા પાટણ એલ.સી.બી. ની ટીમ તથા રાધનપુર પો.સબ.ઇન્સ. એસ.જે.પરમાર તથા રાધનપુર પોલીસની ટીમ સદર ગુન્હાના આરોપીઓની વોચ તપાસમાં હતા. ત્યારે પો.સબ.ઇન્સ. એસ.જે.પરમારને બાતમી મળેલ કે સદર લુંટના આરોપીઓ લૂંટના મુદ્દામાલનો ભાગ પાડવા સારૂ વારાહી રાધનપુર રોડ ઉપર આવેલ કલ્યાણપુરા ગામના પુલ નીચે ભેગા થવાના છે. જે બાતમી આધારે પાટણ એલ.સી.બી. તથા રાધનપુર પોલીસે સંયુક્ત રીતે વોચ રાખી સદર જગ્યાએથી પાંચ ઇસમોને લૂંટમાં ગયેલ રોકડ રૂ.૯,૬૫,૭૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ.

Download Our B K News Today App



Related News