ધ્રોલના નથુવડલા ગામમાં એલસીબીનો જુગાર અંગે દરોડો : 1.23 લાખની માલમતા સાથે પાંચ જુગારીઓ પકડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-31 14:38:28
  • Views : 464
  • Modified Date : 2025-03-31 14:38:28

 જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નથુવડલા ગામની સીમમાં એલસીબીની ટુકડીએ જુગાર અંગે દરોડો પાડયો હતો, અને પાંચ આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 1,23,200 ની માલમતા કબજે કરી છે.

 ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં વાડી વિસ્તારમાં કેટલાક શખ્સો એકત્ર થઈને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો, અને ત્યાંથી બીપીન દેવજીભાઈ કગથરા, હિતેશ દેવજીભાઈ કગથરા, સુરેશ ઘેલાભાઈ ઝીંઝુવાડીયા, મુકેશ કુંવરજીભાઈ ભીમાણી, અને મહિપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 43,200ની રોકડ રકમ, ચાર નંગ મોબાઈલ ફોન, અને ત્રણ બાઇક સહિત રૂપિયા 1,23,200 ની માલમતા કબજે કરી છે.

Download Our B K News Today App



Related News