જામનગરના બચુનગર વિસ્તારમાંથી 840 નંગ ઇંગ્લિશ દારૂનો જથ્થો LCB પોલીસે ઝડપી પાડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-09-08 19:24:19
  • Views : 160
  • Modified Date : 2024-09-08 19:24:19

જામનગર શહેરમાં બચુનગર વિસ્તારમાં આરોપીના વાડામાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો LCB પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે શહેરમાં વાઘેલા વિસ્તાર પાસે આવેલ બચુ નગરમાં રહેતા મોસીન મોહમ્મદ ભાયાના કબ્જાવાળા માંથી ઇંગ્લિશ દારૂની 840 નંગ બોટલ નો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે જેની કિંમત 3,36,000 થાય છે.જામનગર LCB પોલીસ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાકીના આધારે શહેરમાં વાઘેર વાળા પાસે બચુ નગર વિસ્તારમાં આરોપી મોસીન મહમદ ભાયા પાસે ઇંગ્લિશ દારૂનો જથ્થો પોતાના વાડામાં રાખ્યો છે તેવી બાતમી એલસીબી પોલીસ સ્ટાફ ના દિલીપ તલાવડિયા,હરદીપ બારડ, ઋષિરાજસિંહ અને હિતેન્દ્રસિંહ જાડેજાને મળી હતી. જ્યારે તેઓને ધરોડો પાડી 840 બોટલ ઇંગ્લિશ દારૂની પકડી પાડી અને કુલ મળીને 3.36 લાખ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન કલમ હેઠળ કાર્યવાહી કરાઈ હતી અને પોલીસ દ્વારા વધુ આગળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.તેમજ જામનગર LCB પોલીસે શહેરમાં વધુ એક વખત મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતા દારૂના ધંધાર્થીઓમાં પણ ફફડાટ મચી ગયો છે. તેમજ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી જિલ્લા અને શહેરમાં દારૂ જુગાર ને નેસ્ત નાબૂદ કરવા કડકાઇથી કાર્યવાહી કરવા પણ આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એલસીબી પોલીસ દ્વારા શહેરમાં તમામ જગ્યાએ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું અને અલગ અલગ જગ્યાએ તપાસ કરતા વધુ એક વખત ઇંગ્લિશ દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવતા આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News