ડીસાના આસેડા ગામથી એલસીબી પોલીસે જુગાર રમતા સાત શખ્સો ને ઝડપી પાડયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-12 10:50:41
  • Views : 626
  • Modified Date : 2022-05-12 10:50:41

 

કુલ.કિમત રૂપિયા 42,810 મુદ્દામાલ સાથે સાત શખ્સોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી...

 

ડીસા તાલુકાના આસેડા ગામ પાસેથી એલસીબી પોલીસે બાતમીના આધારે જુગાર રમતા સાત શખ્સોને કુલ મુદ્દામાલ 42,810 ઝડપી પાડી જુગાર ધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી....

 

 

બનાસકાંઠા જિલ્લામાં જુગાર રમતા શખ્સો પર બનાસકાંઠા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વધુ એક બનાસકાંઠા જિલ્લામાંથી જુગાર રમતા શખ્સો ને ઝડપી પાડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના આસેડા ગામ બાજુ પાલનપુર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલસીબી પોલીસને બાતમી મળી હતી કે આસેડા ગામ પાસે નવા તરફ જતા માર્ગ પર આવેલ શંકર ભગવાનના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમી રમાડી રહ્યા હોવાની બાતમી મળી હતી જે બાદ એલસીબી પોલીસ દ્વારા ઘટના સ્થળ પર જઇ તપાસ કરતા કેટલાક શખ્સો ગોળ કુંડાળુ વાળી પૈસાનો હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા હોવાનું સામે આવતા પોલીસે તમામ સાથે શખ્સોને ઝડપી પાડી કુલ રૂપિયા 42,810 ના મુદ્દામાલ સાથે તમામ સાત શખ્સોને ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે...

 

ઝડપાયેલા આરોપી....

 

)દશરથભાઈ રામાજી ઠાકોર રહે.નવા.

 

)પ્રવિણજી કાનજીજી ઠાકોર રહે.નવા

 

)નાગજીજી લાડજીજી ઝાલા રહે.આસેડા

 

)પ્રહલાદજી કેશાજી ઠાકોર રહે.આસેડા

 

)દિનેશભાઈ ચેલાભાઈ વાલ્મિકી રહે. નવા

 

)મહેન્દ્રભાઈ મશરૂભાઈ નાઈ રહે. આસેડા

 

)રણજીતભાઈ અમૃતભાઈ ઠક્કર રહે.. હિમાલય સોસાયટી માર્કેટ યાર્ડ ની પાછળ..

Download Our B K News Today App



Related News