થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક શખ્સને એલ.સી.બી.પોલીસે ઝડપી પાડ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-22 11:13:50
  • Views : 343
  • Modified Date : 2021-10-22 11:13:50

  થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી પોલીસના જવાનો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  બાતમી મળેલ કે ભારતીય બનાવટના વિદેશી  દારૂ ભરી એક માર્સલ ગાડી રાજસ્થાન થી કરબુણ તરફ આવનારા છે જે હકીકત આધારે વાધાસણ ગામે નાકાબંધી કરી ઊભા હતા તે દરમ્યાન  ગાડી  જી.જે આર ૮૨૧૨ ને તપાસ હતા તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા  રોકાવી જૉતા તેના ચાલક તથા તેની બાજુમાં બેઠેલ ઈસમને  પકડી પાડેલ સદરે મેક્સ ગાડી  માં ભારતીય બનાવટના  વિદેશી દારૂ  બોટલ નંગ-૯૬૦/- કિમત.રૂ.૯૬૦૦૦/-તથા મોબાઈલ નગ- કિ. રૂ.૫૫૦૦ તથા ગાડીની કિમત.રૂ.1,50,000/-એમ  કુલ મુદામાલ કિ.રૂ.2,51,500/-ના મુદ્દામાલ મળી આવતા ગાડીના ચાલક (1) મગનભાઈ જીવાજી ઠાકોર તથા ભારતીય બનાવટનૉ વિદેસી દારૂ મંગાવનાર પ્રકાસવન ગલવન ગૌસ્વામી  વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Download Our B K News Today App



Related News