બનાસકાંઠા માંથી એલસીબીએ આંતરજિલ્લા બાઈક ચોર જડપ્યો આંતરજિલ્લા બાઈક ચોર સહિત 13 બાઈક કબ્જે કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-05 11:15:50
  • Views : 408
  • Modified Date : 2022-06-05 11:15:50

 

થરા - દિયોદર ત્રણ રસ્તા પાસેથી સિધ્ધરાજસિંહ ઉર્ફે ગુડડુ ઠાકોર ની ધરપકડ,ગાંધીનગર, મહેસાણા અને કચ્છ જિલ્લાનો રીઢો બાઈક ચોર ઝડપાયો

 

 બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર જિલ્લામાં બાઈક ચોર ને ઝડપી પાડયો છે એલસીબી પોલીસને બાતમી આધારે થરાદ દિયોદર ત્રણ રસ્તા પાસેથી સિધ્ધરાજ ઠાકોર નામના વ્યક્તિને ઝડપી પાડી પૂછપરછ દરમિયાન કબૂલાત વ્યક્તિએ બનાસકાંઠા જિલ્લા સહિત ગાંધીનગર મહેસાણા કચ્છ અને પાટણ જિલ્લામાં થી બાઇકની ઉઠાંતરી કરી અન્ય જિલ્લામાં સસ્તા ભાવે વેચતો હતો જેને એલસીબી પોલીસે યુમન ઇટલીજન્સ અને ટેકનિકલ ઇટલીજન્સ ના આધારે એલસીબી પોલીસે અટકાયત કરી છે

 

 બનાસકાંઠા જિલ્લામાં મોટરસાયકલ ચોરીના બનાવ બનેલા જેને કારણે બનાસકાંઠા પોલીસ વડાએ મોટરસાયકલ ચોરી ને ડિટેક કરવા માટે એક અલગથી ટીમ બનાવવામાં આવી હતી યુમન ઇટલીજન્સ અને ટેક્નિકલ ઇટલીજન્સ ના આધારે ગઈકાલ બનાસકાંઠા એલસીબી પોલીસે કાંકરેજ તાલુકાના ઉણ ગામના સિધ્ધરાજ સિંહ ઠાકોર ને થરાદ દિયોદર ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડયો છે સિધ્ધરાજ સિંહ ની એલસીબી પોલીસે પૂછપરછ કરતા સિધ્ધરાજ સિંહે બનાસકાંઠા સહિત પાટણ-મહેસાણા કચ્છને ગાંધીનગર જિલ્લા સુધી ઘણા બાઈકો ની ચોરી કરેલી છે જેમાં એલસીબી પોલીસે 13 જેટલા બાઈકો રિકવર કરવામાં આવેલા છે જોકે સિધ્ધરાજ સિંહ બાઇકો ચોરી કરી બીજા એક-બે જીલ્લા થી દુર ઓછા પૈસામાં બાઈકો વહેંચી દેતો હતો જો કે એલસીબી પોલીસ દ્વારા રિકવર તેર જેટલી બાઈકો કરેલી છે જેની અંદાજે કિંમત 3 લાખ 50 હજાર જેટલી નો મુદામાલ પોલીસે કબ્જે લઈ આગળ ની તપાસ ચાલુ કરી છે

Download Our B K News Today App



Related News