વડગામ સકલાણા પ્રા. શાળામાં તમામ બાળકોના એલ.સી. લઈ લેવાની વાલીઓની ચિમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-02 10:59:14
  • Views : 562
  • Modified Date : 2019-07-02 10:59:14

વડગામ તાલુકાના સક્લાણામાં આવેલી પ્રાથમિક શાળામાં એક  પ્રજ્ઞાચક્ષુ હતા અને સરકાર દ્વારા વધઘટની બદલીઓ કરાતા બીજા શિક્ષકની નિમણુંક કરી હતી.
પણ બીજા શિક્ષકની નિમણુંક રદ ન કરતા ગામના વાલીઓ એ
પોતાના બાળકોને સોમવારથી સ્કૂલમાં ભણવા માટે મોકલવાનું બંધ કરી દીધું છે. ત્યારે જે સમયે બદલીઓ કરવામાં ત્યારે જવાબદાર અધિકારીઓએ શું ખબર રાખી તે એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. ત્યારે બુધવાર સુધી સ્કૂલના શિક્ષકો ની ખાલી જગ્યા નહિ ભરાય તો  ગુરુવારે એક સાથે તમામ બાળકોના એલ.સી. લઈ લઈશું તેવી ચિમકી વાલી મંડળે ઉચ્ચારી છે.
વડગામ તાલુકાના સક્લાણા ગામની પ્રાથમિક શાળામાં ત્રણ વરસ અગાઉ એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની સરકાર દ્વારા નિમણુંક કરાઈ હતી. ત્યારે થોડો સમય પહેલા સરકાર દ્વારા વધ ઘટની બદલીઓ કરવામાં આવી છે. જેમાં રજોસણા પ્રા.શાળામાં વધના શિક્ષક તરીકે કે પ્રજ્ઞાચક્ષુ શિવાજી ઠાકોર ફરજ બજાવતા હતા. ત્યારે તેમની ત્યાંથી સક્લાણા પ્રા.શાળામાં બદલી કરવામાં આવી છે. જેને લઇ ગ્રામજનોનું કહેવું છે કે સક્લાણા પ્રા.શાળામાં પહેલેથી એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષક હતા. અને ધો.૧ થી ૫ માં ૫ શિક્ષકો અને એક આચાર્યની જરૂર હોય છે. તેમાં પણ થોડો સમય પહેલાં આચાર્યનું કાર અકસ્માતમાં મોત થયું છે અને હાલ સ્કૂલમાં બે સામાન્ય અને એક અંધ શિક્ષક છે. જેમાં એક સામાન્ય શિક્ષક આચાર્યના ચાર્જમાં હોવાથી એક સામાન્ય શિક્ષક ૧ થી ૫  ધોરણના બાળકોને કઈ રીતે શિક્ષણ આપી શકે. બીજું કે  આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ વારંવાર ગ્રામજનોએ લેખિત રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે અને પ્રા.શાળામાં એક  પ્રજ્ઞાચક્ષુ હતા અને બીજા શિક્ષકની નિમણુંક કરી તો બદલી કરનાર અધિકારીઓ એ શું ખબર રાખી તે પ્રશ્ન ગ્રામજનોમાં ઉભા થવા પામ્યો છે. જેને લઇ વાલીમંડળે સોમવારે પણ બાળકોને સ્કૂલમાં ભણવા મોકલ્યા નહોતા. અને બુધવાર સુધી ખાલી જગ્યા નહિ ભરાય તો  ગુરુવારે એક સાથે તમામ બાળકોના એલ.સી. લઈ લઈશું તેવી ચિમકી વાલીમંડળ અને ગ્રામજનોએ ઉચ્ચારી છે. ત્યારે આ અંગે સ્કૂલના આચાર્ય હંસાબેન વી.પટેલે જણાવ્યું હતું કે બાળકોનું શિક્ષણ ના બગડે અને બાળકો સ્કૂલમાં આવતા શરૂ થાય તેવી અમારી વિનંતી છે.

Download Our B K News Today App



Related News